Iyer set eye on big record : આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં પંજાબ કિંગ્સ (PBSK) ના કેપ્ટન શ્રેયસ ઐયરનું એક અલગ રૂપ જોવા મળ્યું છે. તેનું બેટિંગ સ્તર ઉપર ગયું છે તેથી પ્રદર્શનમાં નિયમિતતા વિશે પણ એવું જ કહી શકાય.આ સિઝનમાં ઐયરે જબરદસ્ત છગ્ગા ફટકાર્યા છે. આ છગ્ગાઓની લંબાઈ જોવા જેવી છે. તાજેતરના ક્વોલિફાયર 2 માં ઐયરે હવામાં વધુ ફટકાર્યા! એટલે કે 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. પરિણામ એ આવ્યું છે કે હવે ઐયરે નવો સિક્સર કિંગ તરીકે ઉભરી આવ્યો છે. તેનો મોટો પુરાવો એ છે કે ઐયરે મેગા ઇવેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બનવાથી ફક્ત 2 સિક્સર દૂર છે.

Continues below advertisement

શું તે ફાઇનલમાં સિક્સર કિંગ બનશે?

ઐયરના લાખો ચાહકોની નજર તેના પર છે. તેમને વિશ્વાસ છે કે ઐયર ફાઇનલમાં ટોચના ક્રમાંકિત નિકોલસ પૂરન (40) ને પાછળ છોડી દેશે. આત્મવિશ્વાસનું સૌથી મોટું કારણ ક્વોલિફાયર 2 માં મુંબઈ જેવી ટીમ સામે તેણે ફટકારેલા 8 છગ્ગા છે. તેણે ડાબા હાથના ઝડપી બોલર અશ્વિની કુમાર સામે જે રીતે છગ્ગા ફટકારીને  જીત અપાવી તે કહેવા માટે પૂરતું છે કે બોલર સ્પિનર ​​હોય કે પેસર ડાબા હાથનો હોય કે જમણો હાથનો ભલે ગમે તે ખૂણો હોય સિક્સર ફટકારવી અય્યર માટે સામાન્ય છે! અને આ પાસાને જોતા, એવું  લાગી રહ્યું છે કે તે ફાઇનલમાં પૂરનને હરાવી સિક્સર કિંગ બની શકશે.     

Continues below advertisement

જ્યારે સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે સાઈ સુદર્શન (759) નંબર વન પર છે, જ્યારે શ્રેયસ ઐયર (603) હાલમાં છઠ્ઠા નંબર પર છે. વિરાટ કોહલી (614) તેનાથી ઉપર પાંચમા નંબર પર છે.  ફાઇનલમાં બંને વચ્ચે રેસ થશે.        

આ સ્ટ્રાઇક રેટ પણ ઘણું બધું કહી જાય છે!

એવું નથી કે જો શ્રેયસ ઐયરે છગ્ગા મારવાનું શરૂ કરી દીધું છે, તો તેનો અર્થ એ નથી કે તેના ચોગ્ગા કે સ્ટ્રાઇક-રોટેશનની ગતિ ઘટી ગઈ છે. હકીકતમાં ટોચના દસ બેટ્સમેનોમાં ઐય્યર આ બાબતમાં નિકોલસ પૂરન (196.43) પછી બીજા નંબરે (175.80) છે.  ઐય્યરનો આ સ્ટ્રાઇક રેટ ઘણું બધું કહેવા માટે પૂરતો છે.