Richest IPL Player: વર્ષ 2008 માં શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ બની ચૂકી છે. આ 19 વર્ષના લાંબા ઈતિહાસમાં ક્રિકેટ બોર્ડ, ફ્રેન્ચાઈઝીઓ અને ખાસ કરીને ખેલાડીઓએ છપ્પરફાડ કમાણી કરી છે. તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટીમો પર 15 થી 16 હજાર કરોડ રૂપિયાની મોટી બોલી લાગી છે. ત્યારે તમારા મનમાં પણ ચોક્કસ સવાલ થતો હશે કે આ 19 સીઝનમાં કયા ખેલાડીએ સૌથી વધુ કમાણી કરી છે અને કઈ ટીમ સૌથી મોંઘી છે? ચાલો આ આંકડાઓ પર વિગતે નજર કરીએ.

Continues below advertisement

કમાણીમાં કોહલી કિંગ, રોહિત અને ધોની પણ પાછળ નથી

IPL ની પહેલી સીઝનથી લઈને અત્યાર સુધી એટલે કે તમામ 19 સીઝનમાં રમનાર વિરાટ કોહલી કમાણીની બાબતમાં પણ 'કિંગ' સાબિત થયો છે. આ 19 વર્ષમાં તેણે લીગમાંથી કુલ 230 કરોડ રૂપિયાથી વધુની જંગી કમાણી કરી છે. જોકે, હિટમેન રોહિત શર્મા પણ તેનાથી બહુ પાછળ નથી. વર્ષ 2008 થી IPL નો મહત્વનો હિસ્સો રહેલા રોહિતે અત્યાર સુધીમાં 227.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બીજી બાજુ, કેપ્ટન કૂલ એમએસ ધોની ભલે છેલ્લા બે વર્ષથી અનકેપ્ડ પ્લેયર તરીકે 4 કરોડ રૂપિયાના પગાર પર રમી રહ્યો હોય, પરંતુ તેની અત્યાર સુધીની કુલ કમાણી 200 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

Continues below advertisement

230 કરોડ - વિરાટ કોહલી

227.2 કરોડ - રોહિત શર્મા

200 કરોડ - એમએસ ધોની

KKR છે IPL ની સૌથી મોંઘી ટીમ

ખેલાડીઓની કમાણી તો આપણે જોઈ, પણ જો ટીમોની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો દબદબો સૌથી વધુ છે. ફેનેટિક સ્પોર્ટ્સ અને હુરુનના એક તાજા રિપોર્ટ મુજબ, KKR ની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધારે એટલે કે 19,200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેના પછી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો નંબર આવે છે, જે બંનેની બ્રાન્ડ વેલ્યુ 18,400 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ IND vs AFG: ટીમ ઈન્ડિયામાં 4 નવા ખેલાડીઓની એન્ટ્રી! આ સિનિયર ક્રિકેટરોનું કરિયર ખતરામાં?

ટીમોની કુલ બ્રાન્ડ વેલ્યુ 1.63 લાખ કરોડ

રિપોર્ટ્સનું માનીએ તો, હાલમાં IPL ની પોતાની બ્રાન્ડ વેલ્યુ ભલે 80,000 કરોડ રૂપિયાની આસપાસ હોય, પરંતુ તમામ ટીમોની કુલ બ્રાન્ડ વેલ્યુ ભેગી કરીએ તો તે 1.63 લાખ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. તમને જણાવી દઈએ કે, થોડા અઠવાડિયા પહેલા જ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને નવા માલિકો મળ્યા છે. મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ RR ને 15,660 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે, જ્યારે RCB ની ડીલ 16,700 કરોડ રૂપિયામાં ફાઇનલ થઈ છે.

આ પણ વાંચોઃ જો રાજસ્થાન રોયલ્સ જીતે તો આ 4 ટીમોની બાજી બગડશે, જાણો પ્લેઓફનું આશ્ચર્યજનક સમીકરણ