શોધખોળ કરો

IPL 2025 પહેલા પંજાબ કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી, આ ખેલાડીને સોંપવામાં આવી જવાબદારી

પંજાબ કિંગ્સે અનુભવી ખેલાડી શ્રેયસ ઐયરને સોંપી ટીમની કમાન, રિકી પોન્ટિંગ બન્યા મુખ્ય કોચ, ઐયરે ટીમ અને ચાહકોનો માન્યો આભાર.

Shreyas Iyer Punjab Kings captain: પંજાબ કિંગ્સે IPL 2025ની શરૂઆત પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. આ જાહેરાત રવિવારે રાત્રે કરવામાં આવી હતી. અગાઉ ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો ભાગ હતો. ઐયર એક અનુભવી ખેલાડી અને કુશળ કપ્તાન છે. તેની સાથે જ પંજાબ કિંગ્સે રિકી પોન્ટિંગને પણ મહત્વની જવાબદારી સોંપી છે. પોન્ટિંગ હવે ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપશે.

પંજાબ કિંગ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો શેર કરીને ઐયરને કપ્તાન બનાવવાની માહિતી આપી હતી. ઐયરે કપ્તાન બનવા બદલ ટીમ અને ચાહકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું, "મને ખૂબ સારું લાગી રહ્યું છે. મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિકો અને કોચનો આભારી છું. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. હરાજીમાં કોચ અને મેનેજમેન્ટે સારું કામ કર્યું છે અને અમારી પાસે ખેલાડીઓનું સારું મિશ્રણ છે."

સુકાનીપદ મળ્યા બાદ શ્રેયસ અય્યરે કહ્યું કે હું સન્માનિત છું કે ટીમે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું કોચ રિકી પોન્ટિંગ સાથે ફરી કામ કરવા ઉત્સુક છું. ટીમ એવા ખેલાડીઓ સાથે મજબૂત દેખાય છે જેમણે પોતાને સાબિત કર્યું છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. હું આશા રાખું છું કે અમે અમારું પ્રથમ ટાઇટલ જીતવા માટે મેનેજમેન્ટ દ્વારા દર્શાવવામાં આવેલ વિશ્વાસ જાળવી રાખી શકીશું.

પોન્ટિંગને સોંપાઈ મહત્વની જવાબદારી

શ્રેયસ ઐયરને કપ્તાન બનાવવા ઉપરાંત પંજાબ કિંગ્સે રિકી પોન્ટિંગને મુખ્ય કોચ બનાવ્યા છે. પોન્ટિંગ ડિસેમ્બર 2024માં પંજાબ કિંગ્સ સાથે જોડાયા હતા. અગાઉ તેઓ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પોન્ટિંગે ઐયર વિશે કહ્યું કે, "શ્રેયસ ક્રિકેટની સારી સમજ ધરાવે છે અને તેણે પોતાની કપ્તાનશિપ સાબિત કરી છે. મેં અગાઉ IPLમાં તેની સાથે સારો સમય વિતાવ્યો છે."

શ્રેયસ ઐયરનો IPL રેકોર્ડ

ઐયરે અત્યાર સુધી IPLમાં 115 મેચ રમી છે, જેમાં તેણે 3127 રન બનાવ્યા છે. તેણે ટૂર્નામેન્ટમાં 21 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે. ગત સિઝનમાં તેણે 14 મેચમાં 351 રન બનાવ્યા હતા, જ્યારે IPL 2022માં તેણે 401 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો...

રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી

ટોપ સ્ટોરી

શું એમએસ ધોની IPL 2027 માં રમશે? CSK ના ખેલાડીએ ફિટનેસને લઈ કર્યો મોટો ખુલાસો
શું એમએસ ધોની IPL 2027 માં રમશે? CSK ના ખેલાડીએ ફિટનેસને લઈ કર્યો મોટો ખુલાસો
IPL 2027: કોણ બનશે મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન? આ બે ખેલાડીઓ રેસમાં સૌથી આગળ
IPL 2027: કોણ બનશે મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન? આ બે ખેલાડીઓ રેસમાં સૌથી આગળ
MI New Captain: હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? રોહિત શર્મા પસંદ કરશે નવો કેપ્ટન!
MI New Captain: હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? રોહિત શર્મા પસંદ કરશે નવો કેપ્ટન!
IPL 2027: આ 3 દિગ્ગજ ખેલાડીઓ વિના રમાશે આગામી સીઝન, જાણો કોણ છે આ સ્ટાર્સ
IPL 2027: આ 3 દિગ્ગજ ખેલાડીઓ વિના રમાશે આગામી સીઝન, જાણો કોણ છે આ સ્ટાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget