શોધખોળ કરો

RR vs MI Highlights: રાજસ્થાને લગાવી જીતની હેટ્રિક, મુંબઈ ઈન્ડિયન્સનો 27 રનથી પરાજય

Rajasthan Royals vs Mumbai Indians Highlights: રાજસ્થાને મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 11 ઓવરમાં 150 રન બનાવ્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજસ્થાને મુંબઈને 27 રને હરાવી ટોપ પોઝિશન મેળવી.
  • યશસ્વી જયસ્વાલે 77 રન, સૂર્યકુમાર 39 રન બનાવ્યા.
  • 151 રનના લક્ષ્યાંક સામે મુંબઈ 123 રન જ બનાવી શક્યું.
  • રાજસ્થાન રોયલ્સની સતત ત્રીજી જીત, પોઈન્ટ ટેબલમાં ટોચ પર.

Rajasthan Royals vs Mumbai Indians Highlights: રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 11 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ ફક્ત 123 રન જ બનાવી શક્યું હતું. વરસાદને કારણે મેચમાં ઓવરની સંખ્યા ઘટાડીને 11 કરવામાં આવી હતી. 77 રન બનાવનારા યશસ્વી જયસ્વાલે રાજસ્થાનની જીતમાં સૌથી મોટો ફાળો આપ્યો હતો.

ટોસ હાર્યા બાદ રાજસ્થાન પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. આ નિર્ણય મુંબઈ માટે એટલો ખરાબ રહ્યો કે વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે બોલરોને ધોઈ નાખ્યા હતા. જયસ્વાલે 32 બોલમાં 77 રન બનાવ્યા હતા જ્યારે બીજી તરફ સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન બનાવીને રાજસ્થાનને 150 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. 

રાજસ્થાને જીતની હેટ્રિક લગાવી.

IPL 2026માં રાજસ્થાન રોયલ્સની આ સતત ત્રીજી જીત છે. 151 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 46 રનથી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ ફક્ત પાંચ રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવ આ વખતે ફક્ત છ રન બનાવી શક્યો હતો. તિલક વર્માએ સારી શરૂઆત કરી હતી પરંતુ તે પણ 14 રન બનાવીને આઉટ થયો હતો. બીમારીને કારણે છેલ્લી મેચમાં ન રમનાર કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી થઈ હતી. પંડ્યા વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેણે ફક્ત નવ રન કર્યા હતા. 

નમન ધીર અને શેરફાન રધરફોર્ડે થોડા સમય માટે આશાઓ જગાવી હતી. નમન 13 બોલમાં 25 રન બનાવ્યા અને રધરફોર્ડે 8 બોલમાં 25 રન બનાવ્યા હતા. પરંતુ તેઓ જીત સુનિશ્ચિત કરી શક્યા નહીં. બેટિંગ કરવા ઉતરેલા મુંબઈના 10 ખેલાડીઓમાંથી ફક્ત ત્રણ જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.

રાજસ્થાન રોયલ્સ હવે છ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. MI સામેની મેચમાં સંદીપ શર્મા, નાંદ્રે બર્ગર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી, જ્યારે તુષાર દેશપાંડે અને જોફ્રા આર્ચરે પણ એક-એક વિકેટ લીધી હતી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
IPL 2026: અમદાવાદમાં ચૂંટણીના કારણે BCCI નો મોટો નિર્ણય, GT અને CSK ની મેચના શેડ્યૂલમાં ફેરફાર
IPL 2026: અમદાવાદમાં ચૂંટણીના કારણે BCCI નો મોટો નિર્ણય, GT અને CSK ની મેચના શેડ્યૂલમાં ફેરફાર
BCCI નો સપાટો: હાર્દિક પંડ્યાને 1.2 મિલિયનનો દંડ, નિયમ તોડવા બદલ ટિમ ડેવિડને પણ ફટકારી સજા
BCCI નો સપાટો: હાર્દિક પંડ્યાને 1.2 મિલિયનનો દંડ, નિયમ તોડવા બદલ ટિમ ડેવિડને પણ ફટકારી સજા
મુંબઈ ઈન્ડિયન્સ માટે ખતરાની ઘંટી, રોહિત શર્માના આગામી મેચમાં રમવાને લઈ સસ્પેન્સ 
મુંબઈ ઈન્ડિયન્સ માટે ખતરાની ઘંટી, રોહિત શર્માના આગામી મેચમાં રમવાને લઈ સસ્પેન્સ 
Advertisement

વિડિઓઝ

Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Surendranagar Accident: સુરેંદ્રનગરમાં ટ્રક ચાલકે 10 પદયાત્રીને કચડ્યા, સાતના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત
Surat news: સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજીત કાવતરાનો પર્દાફાશ થયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા
ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
Noida Protest News: નોઈડામાં ખાનગી કંપનીના કર્મચારીઓ કેમ ભડક્યા, જાણો કઈ માંગને લઈ કરી રહ્યા છે વિરોધ 
ગેસ બુકિંગના નામે મોટી છેતરપિંડી: શું તમને પણ 'સ્પેશિયલ ઓફર' વાળો મેસેજ મળ્યો છે?
ગેસ બુકિંગના નામે મોટી છેતરપિંડી: શું તમને પણ 'સ્પેશિયલ ઓફર' વાળો મેસેજ મળ્યો છે?
કાનપુરમાં સસરાની ક્રૂરતા: વહુને ઢોર માર મારી, કપડાં ફાડીને ઘરમાંથી બહાર ઢસડી; વીડિયો થયો વાયરલ
કાનપુરમાં સસરાની ક્રૂરતા: વહુને ઢોર માર મારી, કપડાં ફાડીને ઘરમાંથી બહાર ઢસડી; વીડિયો થયો વાયરલ
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 
weather update: 15 એપ્રિલથી વાતાવરણમાં આવશે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમીનું એલર્ટ 
Embed widget