GT vs RR Pitch Report: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મહામુકાબલો જોવા મળશે, બે યુવા કેપ્ટનો વચ્ચે સીધી ટક્કર અમદાવાદના સ્ટેડિયમમાં થશે. આજે IPL 2025 ની 23મી મેચ શુભમન ગીલના નેતૃત્વ હેઠળના ગુજરાત ટાઇટન્સ અને સંજૂ સેમસનના નેતૃત્વ હેઠળના રાજસ્થાન રૉયલ્સ વચ્ચે છે. આ મેચ આજે (9 એપ્રિલ) નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત બીજા સ્થાને છે અને રાજસ્થાન સાતમા સ્થાને છે. બન્ને ટીમોએ ચાર-ચાર મેચો રમી છે, જેમાં ગુજરાતે ત્રણ અને બે મેચો જીતી છે. 

શુભમન ગીલના નેતૃત્વ હેઠળની ગુજરાત ટાઇટન્સે 4 માંથી 3 મેચ જીતી છે જ્યારે માત્ર 1 મેચ હારી છે. રાજસ્થાન રોયલ્સે 4 માંથી 2 મેચ જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાત ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર મજબૂત દેખાઈ રહી છે. IPL 2025 માં અત્યાર સુધીમાં આ મેદાન પર 2 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાતે એક મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેવા છે IPL રેકોર્ડ્સ, કોને થયો છે વધુ ફાયદો - નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 37 IPL મેચ રમાઈ ચૂકી છે. પહેલા બેટિંગ કરનારી ટીમ ૧૭ વખત અને પહેલા બોલિંગ કરનારી ટીમ ૨૦ વખત જીતી છે. ટોસ જીતનાર ટીમ 17 વખત જીતી છે અને હારનાર ટીમ 20 વખત જીતી છે. અહીં સૌથી વધુ સ્કોર 243 છે, જે પંજાબ કિંગ્સે ગુજરાત સામે બનાવ્યો હતો. અહીં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર શુભમન ગિલનો છે, જેણે 2013 માં મુંબઈ સામે 129 રન બનાવ્યા હતા.

IPL 2025 માં, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 2 મેચ રમાઈ છે. બંને વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. પહેલી મેચમાં પંજાબ કિંગ્સે ૧૧ રનથી જીત મેળવી હતી અને બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે ૩૬ રનથી જીત મેળવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ  નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઉછાળો હશે, તે બેટિંગ પીચ હશે જ્યાં 200નો સ્કોર મોટી વાત નહીં હોય. આજની મેચમાં, જે કેપ્ટન ટોસ જીતે છે તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવો જોઈએ, અહીં લક્ષ્યનો પીછો કરતી વખતે જીતવું ખૂબ મુશ્કેલ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે લગભગ 210 રન બનાવવા જોઈએ.