SRH vs DC Playing 11: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની પ્લે ઓફની રેસ વધુ રસપ્રદ બની રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ જે છેલ્લા-4માં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેઓ IPL 2025ના 55મી મેચમાં ટકરાશે. આ મેચ સોમવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.
હૈદરાબાદ આ સીઝનમાં 10 માંથી ફક્ત 3 મેચ જીતી શક્યું છે. 6 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. જો ટીમ તેની બાકીની બધી મેચ જીતી જાય તો પણ પ્લેઓફમાં પહોંચવાની તેની શક્યતા લગભગ નહિવત છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે 18મી સીઝનમાં રમાયેલી 10 માંથી 6 મેચ જીતી છે. 2 જીત તેમને પ્લેઓફમાં ટિકિટ અપાવી શકે છે.
હૈદરાબાદની ટીમ 1 ફેરફાર કરી શકે છે
આજની મેચમાં હૈદરાબાદની પ્લેઇંગ 11માં ફેરફાર થઈ શકે છે. પેટ કમિન્સ પ્લેઇંગ ઇલેવનમાં ઝીશાન અંસારીની જગ્યાએ રાહુલ ચહરને તક આપી શકે છે. આ ઉપરાંત, ટીમ પાસે સારી બેટિંગ અને બોલિંગ લાઇનઅપ છે. અભિષેક શર્મા અને ઇશાન કિશન ટીમને શાનદાર શરૂઆત આપવામાં સક્ષમ છે. નીતિશ કુમાર રેડ્ડી અને હેનરિક ક્લાસેન સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શકે છે. ટીમ પાસે પેટ કમિન્સ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ શમી જેવા અનુભવી ઝડપી બોલરો છે.
દિલ્હીને 2 જીતની જરૂર છે
અક્ષર પટેલની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ શાનદાર પ્રદર્શન કરી રહી છે. છેલ્લી બે મેચ જીતી ચૂકેલી દિલ્હી આગામી બે મેચ જીતે તો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. અક્ષર પ્લેઇંગ 11માં વધુ ફેરફાર કરી શકશે નહીં. ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ જેક ફ્રેઝર મેકગર્ક ફરી એકવાર પ્લેઇંગ-11માં પરત ફરી શકે છે. જોકે, આની શક્યતા 50-50 છે.
દિલ્હી કેપિટલ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
સનરાઇઝર્સ હૈદરાબાદના સંભવિત પ્લેઇંગ 11
અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, રાહુલ ચહર, મોહમ્મદ શમી.