SRH vs KKR : પહેલા ક્લાસેન-હેડે, પછી હર્ષ દુબે અને ઉનડકટે તરખાટ મચાવ્યો; હૈદરાબાદનો કોલકાતા પર શાનદાર વિજય
SRH vs KKR: દિલ્હીની બેટિંગ-ફ્રેન્ડલી પિચ પર રનોનો વરસાદ થવાની આશા, હેડ-ટુ-હેડમાં KKR નો દબદબો; જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન.

બ્રેકગ્રાઉન્ડ
Sunrisers Hyderabad vs Kolkata Knight Riders 2025: આઈપીએલ ૨૦૨૫ માં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રોમાંચક મુકાબલો યોજાઈ રહ્યો છે....More
IPL 2025 માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને ૧૧૦ રનના જંગી માર્જિનથી હરાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. હેનરિક ક્લાસેનની તોફાની સદી અને ટ્રેવિસ હેડની ઝડપી અડધી સદીએ હૈદરાબાદ માટે ૨૭૯ રનનો વિશાળ લક્ષ્યાંક ખડક્યો હતો, જેના જવાબમાં KKR ની ટીમ ૧૮.૪ ઓવરમાં માત્ર ૧૬૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હૈદરાબાદની બેટિંગનો ધમાકો:
પ્રથમ બેટિંગ કરતા, સનરાઈઝર્સ હૈદરાબાદે નિર્ધારિત ૨૦ ઓવરમાં કોલકાતાને ૨૭૯ રનનો પહાડ જેવો લક્ષ્યાંક આપ્યો હતો. આમાં હેનરિક ક્લાસેનનું શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું, તેણે ઝડપી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે પણ આક્રમક અડધી સદી ફટકારી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.
બોલરોનો દમદાર દેખાવ:
૨૭૯ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ હૈદરાબાદના બોલરો સામે ટકી શકી નહીં. હર્ષ દુબે, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગાની ત્રિપુટીએ KKR ના બેટ્સમેનોને ધ્વસ્ત કરી દીધા હતા.
- જયદેવ ઉનડકટે તેની ચાર ઓવરમાં માત્ર ૨૪ રન આપીને ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
- હર્ષ દુબેએ પણ ચાર ઓવરમાં ૩૪ રન આપીને ૩ વિકેટ લઈને KKR ની મધ્યમ ક્રમને તોડી પાડ્યો હતો.
- ઈશાન મલિંગાએ ૩.૩ ઓવરમાં ૩૧ રન આપીને ૩ વિકેટ મેળવી હતી.
કોલકાતા તરફથી, મનીષ પાંડેએ સૌથી વધુ ૩૭ રન (૨૩ બોલમાં) બનાવ્યા હતા, જ્યારે હર્ષિત રાણાએ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. જોકે, આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો નહોતો અને KKR ની ટીમ ૧૮.૪ ઓવરમાં ૧૬૮ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.