શોધખોળ કરો

શું ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે વિરાટ કોહલી ? IPL ટ્રૉફી જીત્યા બાદ મેથ્યૂ હેડન સાથે કરી દિલની વાત

IPL 2025 : RCB ચેમ્પિયન બન્યા પછી કોહલીએ મેથ્યુ હેડન સાથેની વાતચીતમાં કહ્યું, "આ મારા કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે. પરંતુ તેમ છતાં તે ટેસ્ટ ક્રિકેટથી પાંચ સ્થાન નીચે છે

After IPL 2025 Champion Virat Kohli Statement on Test Cricket: મંગળવારે IPL 2025 ની ફાઇનલ રમાઈ હતી. ટાઇટલ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું (RCB) એ પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. 17 વર્ષ પછી વિરાટની RCB એ IPL ટ્રોફી જીતી હતી. ચેમ્પિયન બન્યા પછી, કિંગ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ પર એક મોટું નિવેદન આપ્યું.

પહેલું IPL ટાઇટલ જીત્યા પછી વિરાટ કોહલી ખૂબ જ ભાવુક થઈ ગયો. તે મેદાન પર જ રડવા લાગ્યો. કોહલી પોતાના આંસુઓ કાબૂમાં રાખી શક્યો નહીં, પરંતુ ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે હજુ પણ ટેસ્ટ ક્રિકેટને T20 કરતા પાંચ સ્થાન ઉપર રાખે છે.

RCB ચેમ્પિયન બન્યા પછી કોહલીએ મેથ્યુ હેડન સાથેની વાતચીતમાં કહ્યું, "આ મારા કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે. પરંતુ તેમ છતાં તે ટેસ્ટ ક્રિકેટથી પાંચ સ્થાન નીચે છે. મને ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ જ આદર છે. હું યુવાનોને ફક્ત ટેસ્ટ ક્રિકેટનો આદર કરવા વિનંતી કરીશ. જો તમે ટેસ્ટ ક્રિકેટમાં સારું રમશો, તો તમે વિશ્વમાં જ્યાં પણ જશો, લોકો તમારો આદર કરશે. જો તમે વિશ્વમાં ક્રિકેટમાં આદર મેળવવા માંગતા હો, તો ટેસ્ટ ક્રિકેટ રમો અને તમારું સર્વસ્વ આપો."

વિરાટ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચશે નહીં 
સોશિયલ મીડિયા પર ચાહકો એવી વાતો કરી રહ્યા છે કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લેશે, પરંતુ આ વાતો અને દાવાઓમાં કોઈ સત્ય નથી. IPL ટાઇટલ જીત્યા પછી, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવાની વાત કરી નથી. તેણે ફક્ત ટેસ્ટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઉપરાંત, તેણે યુવાનોને ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. વિરાટ કહે છે કે જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશો ત્યારે જ તમને ક્રિકેટમાં દુનિયામાં સન્માન મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 

કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 

IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા

Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન

ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 

Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 

8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?

Embed widget