IPL Final 2026 Ahmedabad Pitch Report: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ રવિવારે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે. RCBએ ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

Continues below advertisement

બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને હરાવી IPL 2026ની ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બંને ટીમો પોતાની બીજી IPL ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્યારે ફાઇનલ પહેલા જાણીએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ કેવી છે તે વિશે જાણીએ

Continues below advertisement

GT vs RCB Pitch Report: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ કેવી રહેશે?

IPL 2026 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 7 મેચ રમાઈ ચૂકી છે. આજે આ મેદાન પર સિઝનની 8મી અને ફાઇનલ મેચ રમાશે.  હાલ સુધી રમાયેલી 7 મેચોમાં સૌથી મોટો સ્કોર ગુજરાત ટાઇટન્સે જ બનાવ્યો હતો. GTએ 21 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા 229/4નો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.

7 મેચમાંથી 5 મેચ ગુજરાત ટાઇટન્સે જીતી છે. જ્યારે એક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 6 રને અને બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 99 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ સામેની મેચમાં GTની ટીમ 15.5 ઓવરમાં માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આંકડાઓ દર્શાવે છે કે આ મેદાન પર 7માંથી માત્ર 2 વખત જ 200થી વધુ સ્કોર બન્યો છે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સે આ જ મેદાન પર RCBને 4 વિકેટે હરાવ્યું હતું. ઉપરાંત, GTએ અહીં રમાયેલી 7માંથી 5 મેચ જીતી હોવાથી હોમ ગ્રાઉન્ડનો ફાયદો તેમની તરફ વધુ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો:

રમાયેલી મેચ: 1જીત: 0હાર: 1નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન (આ સિઝન)રમાયેલી મેચ: 7જીત: 5હાર: 2નરેન્દ્ર મોદી સ્ટેડિયમ – IPL આંકડાકુલ મેચ: 51પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત: 26બાદમાં બેટિંગ કરનારી ટીમની જીત: 25ટોસ જીતી અને મેચ પણ જીતી: 23ટોસ હારીને પણ મેચ જીતી: 28પરિણામ વિના મેચ: 0

સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ: 129 રન – શુભમન ગિલ (GT vs MI, 2023)

શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: 5/10 – મોહિત શર્મા (GT vs MI, 2023)

સૌથી મોટો ટીમ સ્કોર: 243/5 – પંજાબ કિંગ્સ (PBKS vs GT, 2025)

સૌથી ઓછો ટીમ સ્કોર: 86 – સનરાઇઝર્સ હૈદરાબાદ (GT સામે, 2026)

પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: 178 રન