IPL 2022 Purple Cap: સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બૉલર ઉમરાન મલિક પણ પર્પલ કેપની રેસમાં સામેલ થયઇ ગયો છે. IPLમાં ગઇ રાત્રે રમાયેલી મેચમાં મુંબઇ સામે ત્રણ વિકેટો ઝડપીને તેને સૌથી વધુ વિકેટો લેનારા ટૉપ 5 બૉલરોમાં એન્ટ્રી કરી લીધી છે.
આઇપીએલની સિઝન 15માં ઉમરાન મલિકે જબરદસ્ત બૉલિંગ પ્રદર્શન કર્યુ છે, તેને અત્યાર સુધી 13 મેચોમાં 21 વિકેટો ઝડપી છે, તે પર્પલ કેપની રેસમાં હાલ ચોથા નંબર પર આવી ગયો છે.
ખાસ વાત છે કે, રાજસ્થાન રૉયલ્સના સ્પીનર યુજવેન્દ્ર ચહલ આ રેસમાં સૌથી આગળ છે, તેને અત્યાર સુધી 13 મેચોમાં 23 વિકેટો ઝડપી છે. ચહલે 16.83 ની બૉલિંગ એવરેજથી આ વિકેટો ઝડપી છે, તેનો ઇકોનૉમી રેટ પણ 8ની અંદર રહ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના વાનિન્દુ હસરંગા આ સિઝનમાં વિકેટ લેવાના મામલે ચહલની બિલકુલ નીચે છે. તે પર્પલ કેપની રેસમાં ચહલથી માત્ર એક વિકેટ દુર છે. આ પછી પંજાબ કિંગ્સના ફાસ્ટ બૉલર કગિસો રાબાડા અને દિલ્હી કેપિટલ્સનો કુલદીપ યાદવ પણ પર્પલ કેપની રેસમાં સામેલ છે.
પૉઝિશન |
બૉલર |
મેચ | વિકેટ | બૉલિંગ એવરેજ | ઇકોનૉમી રેટ |
1 | યુજવેન્દ્ર ચહલ | 13 | 24 | 16.83 | 7.76 |
2 | વાનિન્દુ હસરંગા | 13 | 23 | 14.65 | 7.48 |
3 | કગિસો રબાડા | 12 | 22 | 16.72 | 8.36 |
4 | ઉમરાન મલિક | 13 | 21 | 20.00 | 8.93 |
5 | કુલદીપ યાદવ | 13 | 20 | 19.30 | 8.45 |
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી