RCB vs PBKS, IPL Final 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મુખ્ય ટીમોમાંની એક રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું (RCB), આ T20 ફોર્મેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ગઇકાલે પ્રથમ વખત ખિતાબ જીતી છે, પંજાબ સામેની ફાઇનલ મેચમાં 18મી સિઝનમાં 18 વર્ષ બાદ આરસીબી ટાઇટલ જીતી શકી છે. RCB IPL ની સૌથી ચર્ચિત અને પ્રિય ટીમોમાંની એક છે. વિરાટ કોહલી જેવા મોટા સ્ટાર્સ આ ટીમનો ચહેરો છે. 2008 માં સ્થાપિત, આ ટીમ બેંગલુરું, કર્ણાટકની છે અને RCB ચાહકો તેને IPL માં સૌથી વધુ સપોર્ટેડ ટીમોમાંની એક માને છે.

RCB ના માલિક કોણ છે RCB ની માલિકી યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ પાસે છે, જે વિશ્વની અગ્રણી દારૂ ઉત્પાદક કંપની ડિયાજિયો પીએલસીની પેટાકંપની છે.

RCB માલિક: યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડકંપનીની નેટવર્થ: 2024 માં લગભગ $100 બિલિયનફ્રેન્ચાઇઝ કિંમત: 2024 સુધીમાં રૂ. 1.025 બિલિયનRCB મુખ્યાલય: બેંગલુરું, કર્ણાટક

RCB માલિકીનો ઇતિહાસ2008 માં સ્થાપના: RCB ને વિજય માલ્યા દ્વારા $111.6 મિલિયનમાં ખરીદવામાં આવી હતી. તે તે સમયે બીજી સૌથી મોંઘી IPL ટીમ હતી.2016 માં માલિકી પરિવર્તન: વિજય માલ્યાના નાણાકીય સંકટને કારણે યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડે RCB ની સંપૂર્ણ માલિકી મેળવી.2024 માં સ્થિતિ: RCB હવે ડાયેજિયો PLC હેઠળ યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડની માલિકીની છે.

RCB ની અત્યાર સુધીની સિદ્ધિઓફાઇનલમાં RCB નું પ્રદર્શન: ટીમ 2009, 2011 અને 2016 માં IPL ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જીતી શકી ન હતી, જોકે, વર્ષ 2025માં ફાઇનલમાં પહોંચી અને ટાઇટલ કબજે કરી લીધુ હતુ.પ્લેઓફમાં સફળતા: 2020, 2021 અને 2022 માં પ્લેઓફ માટે ક્વૉલિફાય થઇ છે.RCB સામે પડકારો: ટીમે 18 વર્ષ સુધી સંઘર્ષ જ કર્યો છે, અને અંતે 2025માં ટાઇટલ મેળવી ચેમ્પિયન બન્યું છે.