vaibhav sooryavanshi: ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર-2 માં વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે.  IPL માં 1,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બનવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે પોતાની કારકિર્દીની 23મી ઇનિંગમાં 1,000 રન પૂરા કર્યા. તેણે આ સિદ્ધિ માત્ર સૌથી ટૂંકી ઇનિંગમાં જ નહીં પરંતુ સૌથી ઓછા બોલમાં 1,000 રન પૂરા કરવામાં પણ હાંસલ કરી છે.

Continues below advertisement

ક્વોલિફાયર-2 મેચ પહેલા વૈભવે પોતાની IPL કારકિર્દીમાં 22 ઇનિંગ રમી હતી જેમાં 932 રન બનાવ્યા હતા. તેમણે ગુજરાત સામે 68 રન બનાવીને 1,000 રન પૂરા કર્યા હતા. તેણે 25 ઇનિંગમાં 1,000 રન પૂરા કરનારા સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો હતો, જેમણે 25 ઇનિંગમાં 1,000 રન પૂરા કર્યા હતા. 

Continues below advertisement

IPLમાં સૌથી ઝડપી 1,000 રન (ભારતીય)

23 ઇનિંગ્સ - વૈભવ સૂર્યવંશી25 ઇનિંગ્સ - સાઇ સુદર્શન30 ઇનિંગ્સ - રજત પાટીદાર31 ઇનિંગ્સ - સચિન તેંડુલકર

જોકે IPLમાં સૌથી ઝડપી 1,000 રનનો રેકોર્ડ શોન માર્શના નામે છે, જેણે 21 ઇનિંગ્સમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો હતો, પરંતુ વૈભવે ભારતીયોમાં આ રેકોર્ડને પાછળ છોડી દીધા છે.

વૈભવ 700 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બન્યો

IPLના 19 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડીએ એક જ સીઝનમાં વૈભવ સૂર્યવંશીના રેકોર્ડ જેટલા રેકોર્ડ તોડ્યા નથી. જ્યારે વૈભવ સૂર્યવંશીએ પહેલાથી જ એક જ સીઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, ત્યારે તેણે હવે IPLમાં એક જ સીઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી બનીને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે એક જ સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર માત્ર પાંચમો ભારતીય ખેલાડી છે. વિરાટ કોહલીએ આ સિદ્ધિ બે વાર હાંસલ કરી છે, જ્યારે સાઈ સુદર્શન, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે એક-એક વાર આ સિદ્ધિ મેળવી છે.

આ પણ વાંચો- ગુજરાત સામે ક્વોલિફાયર- 2 માં 3 મોટા રેકોર્ડ પર વૈભવ સૂર્યવંશીની નજર, બનાવશે સિક્સરનો 'મહારેકોર્ડ'

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન:  સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.