ક્રિકેટમાં શું થશે તેની કોઈ આગાહી કરી શકતું નથી, પરંતુ ક્યારેક એવા રેકોર્ડ બને છે જેને તોડવા અશક્ય હોય છે. જોકે આજે (બુધવારે), IPL 2026 એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ એક એવો IPL રેકોર્ડ તોડ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ 15 વર્ષીય બેટ્સમેને યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેઇલનો મહા રેકોર્ડ તોડ્યો.

Continues below advertisement

ક્રિસ ગેઇલે એક જ IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 14 વર્ષ પહેલા ક્રિસ ગેલે IPL 2012 માં 59 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારથી, એવું કહેવામાં આવતું હતું કે ગેલનો રેકોર્ડ તોડવો અશક્ય હશે, પરંતુ IPL 2026 માં, વૈભવ સૂર્યવંશીએ આ રેકોર્ડ તોડ્યો છે. વૈભવે અત્યાર સુધી 60 છગ્ગા ફટકાર્યા છે.

Continues below advertisement

એક જ IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા

60* - વૈભવ સૂર્યવંશી (2026)59 - ક્રિસ ગેલ (2012)52 - આન્દ્રે રસેલ (2019)51 - ક્રિસ ગેલ (2013)45 - જોસ બટલર (2022)

વૈભવ સૂર્યવંશીએ પ્લેઓફમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી

વૈભવ સૂર્યવંશીએ નવા ચંદીગઢના મુલ્લાનપુરમાં છગ્ગાનો વરસાદ કર્યો. તેણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સની ઓવરમાં  છગ્ગાની હેટ્રિક ફટકારી. તેણે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ તેની ટૂંકી IPL કારકિર્દીમાં પાંચમી વખત છે જ્યારે વૈભવ સૂર્યવંશીએ 20 બોલથી ઓછા સમયમાં અડધી સદી ફટકારી છે. તે IPL પ્લેઓફમાં અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે સૌથી ઝડપી બેટ્સમેન પણ બન્યો છે. સુરેશ રૈનાએ 2014ના IPL પ્લેઓફમાં 16 બોલમાં અડધી સદી ફટકારી હતી.

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ ખૂબ જ શાનદાર બેટિંગ કરી છે. તેણે આ સિઝનમાં દરેક મેચમાં રન બનાવ્યા છે. 

આ પણ વાંચો- સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીત્યો, રાજસ્થાનની બેટિંગ, જાણો પ્લેઈંગ ઈલેવનમાં કેટલા થયા બદલાવ 

એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વૈભવ સૂર્યવંશીએ તેના આ નિર્ણય ખોટો સાબિત કર્યો છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મારણ રવિચંદ્રન, નીતીશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઇશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ હિંગે.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.