શોધખોળ કરો

IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, અભિષેક શર્માનો મહારેકોર્ડ તોડ્યો

Vaibhav Sooryavanshi IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે IPL ની એક સિઝનમાં સૌથી વધુ 43 સિક્સર ફટકારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો, દિગ્ગજો પણ રહી ગયા પાછળ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL ૨૦૨૬માં રેકોર્ડબ્રેક ૪૩ સિક્સર ફટકારી.
  • તેણે IPL ૨૦૨૪માં અભિષેક શર્માના ૪૨ સિક્સરના રેકોર્ડને તોડ્યો.
  • વૈભવની ૧૯ મેચમાં ૬૭ સિક્સર, ચોગ્ગા કરતાં વધુ.
  • તેણે IPLની બંને સિઝનમાં ૧-૧ સદી ફટકારી.

Vaibhav Sooryavanshi IPL 2026: IPL 2026 માં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની નાનકડી કારકિર્દીમાં જ તેણે અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. વૈભવે આ સિઝનમાં ધમાકેદાર બેટિંગ કરતા એક જ IPL સિઝનમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સરનો નવો અને ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો છે. આ મામલે તેણે અભિષેક શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

વૈભવ બન્યો નવો 'સિક્સર કિંગ'

અત્યાર સુધી, IPL ની કોઈ એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો ભારતીય રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના નામે હતો. અભિષેકે IPL 2024 માં કુલ 42 સિક્સર ફટકારી હતી. પરંતુ હવે, વૈભવ સૂર્યવંશીએ IPL 2026 ની આ સિઝનમાં 43 સિક્સર ફટકારીને તેને પાછળ છોડી દીધો છે. હાલમાં IPL 2026 માં સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓના લિસ્ટમાં પણ વૈભવ (43 સિક્સર) જ ટોચ પર છે. જ્યારે અભિષેક શર્મા 37 સિક્સર સાથે બીજા નંબરે છે અને મુંબઈ ઇન્ડિયન્સનો રાયન રિકેલ્ટન પણ 37 સિક્સર સાથે બરાબરી પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા

IPL ની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડીઓ:

43 સિક્સર - વૈભવ સૂર્યવંશી (IPL 2026)

42 સિક્સર - અભિષેક શર્મા (IPL 2024)

39 સિક્સર - શ્રેયસ ઐયર (IPL 2025)

38 સિક્સર - વિરાટ કોહલી (IPL 2016)

38 સિક્સર - વિરાટ કોહલી (IPL 2024)

ચોગ્ગા કરતાં સિક્સર વધુ મારી

માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની IPL કારકિર્દી ભલે ટૂંકી હોય, પણ તેના આંકડા કોઈ દિગ્ગજ ખેલાડી જેવા છે. સૌથી નવાઈની વાત તો એ છે કે તેણે પોતાની કરિયરમાં ચોગ્ગા કરતાં સિક્સર વધુ મારી છે. તેણે અત્યાર સુધી રમેલી 19 મેચોમાં 38.84 ની શાનદાર એવરેજથી 738 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 3 શાનદાર ફિફ્ટી (અડધી સદી) અને 2 સદી પણ નીકળી છે. ખાસ વાત એ છે કે તેણે અત્યાર સુધી રમેલી પોતાની બંને સિઝનમાં 1-1 સદી ફટકારી છે. આ 19 મેચોમાં તેણે 61 ચોગ્ગાની સામે 67 ગગનચુંબી સિક્સર ફટકારીને બોલરોની ઊંઘ હરામ કરી દીધી છે.

આ પણ વાંચોઃ PBKS Playoff Scenario: શું આજે RCB સામે હાર્યા તો પંજાબ કિંગ્સ પ્લેઓફમાંથી બહાર થઈ જશે?

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં કેટલા સિક્સર ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે?

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં 43 સિક્સર ફટકારીને એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો છે.

IPL 2026 માં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓમાં વૈભવ સૂર્યવંશી કયા સ્થાને છે?

IPL 2026 માં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓમાં વૈભવ સૂર્યવંશી 43 સિક્સર સાથે ટોચ પર છે.

વૈભવ સૂર્યવંશીએ પોતાની IPL કારકિર્દીમાં ચોગ્ગા કરતાં વધુ સિક્સર ફટકારી છે?

હા, વૈભવ સૂર્યવંશીએ પોતાની 19 મેચોની કારકિર્દીમાં 61 ચોગ્ગાની સામે 67 સિક્સર ફટકારી છે.

વૈભવ સૂર્યવંશીની IPL 2026 સિઝનમાં તેની બેટિંગની સરેરાશ શું છે?

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં 19 મેચોમાં 38.84 ની શાનદાર એવરેજથી 738 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે; 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે; 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
બિલિયોનગર નહીં હવે કહો ટ્રિલિયનર મસ્ક, ઇતિહાસમાં પહેલીવાર કોઈ વ્યક્તિ 13 અંકોની સંપત્તિ સુધી પહોંચ્યા
બિલિયોનગર નહીં હવે કહો ટ્રિલિયનર મસ્ક, ઇતિહાસમાં પહેલીવાર કોઈ વ્યક્તિ 13 અંકોની સંપત્તિ સુધી પહોંચ્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે; 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે; 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
Air India AI171 Crash: હવામાં બંધ થયા બંને એન્જિન, મોતનો એ અંતિમ પાયલટ કોલ, ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ?
સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
સાયોની ઘોષ, યુસુફ પઠાણ... TMC ના બળવાખોર સાંસદોની યાદી આવી સામે; જુઓ લીસ્ટ
બિલિયોનગર નહીં હવે કહો ટ્રિલિયનર મસ્ક, ઇતિહાસમાં પહેલીવાર કોઈ વ્યક્તિ 13 અંકોની સંપત્તિ સુધી પહોંચ્યા
બિલિયોનગર નહીં હવે કહો ટ્રિલિયનર મસ્ક, ઇતિહાસમાં પહેલીવાર કોઈ વ્યક્તિ 13 અંકોની સંપત્તિ સુધી પહોંચ્યા
NEET પરીક્ષાર્થીઓ માટે NTAનો મોટો નિર્ણય, પરીક્ષાર્થીઓને મળશે વધારાનો સમય
NEET પરીક્ષાર્થીઓ માટે NTAનો મોટો નિર્ણય, પરીક્ષાર્થીઓને મળશે વધારાનો સમય
India vs Ireland: શું ભારતનો આયર્લેન્ડ પ્રવાસ રદ્દ થશે? ...તો નહીં થાય વૈભવ સૂર્યવંશીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ
India vs Ireland: શું ભારતનો આયર્લેન્ડ પ્રવાસ રદ્દ થશે? ...તો નહીં થાય વૈભવ સૂર્યવંશીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ
મેગા ડિમોલિશનની તૈયારી તેજ, અમદાવાદમાં 160 અને રાજકોટમાં 70થી વધુ દબાણો દૂર કરાશે
મેગા ડિમોલિશનની તૈયારી તેજ, અમદાવાદમાં 160 અને રાજકોટમાં 70થી વધુ દબાણો દૂર કરાશે
શિક્ષણની ગુણવત્તા સુધારવા મહત્વનો નિર્ણય:ચાલુ શાળાએ મોબાઈલ અને બિનશૈક્ષણિક કાર્યક્રમો પર રોક
શિક્ષણની ગુણવત્તા સુધારવા મહત્વનો નિર્ણય:ચાલુ શાળાએ મોબાઈલ અને બિનશૈક્ષણિક કાર્યક્રમો પર રોક
Embed widget