Vaibhav Suryavanshi Batting: IPL 2026 ની એલિમિનેટર મેચમાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી એવો જાદુ ચલાવ્યો કે સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરો જોતા જ રહી ગયા. 27 મેના રોજ રમાયેલી પોતાની કારકિર્દીની આ પહેલી પ્લેઓફ મેચમાં વૈભવે માત્ર 28 બોલમાં 12 ગગનચુંબી છગ્ગાની મદદથી 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. પોતાની આ ઐતિહાસિક રમત દરમિયાન તેણે 1 કે 2 નહીં, પરંતુ પૂરા 5 મોટા IPL રેકોર્ડ તોડીને ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર અને ઋષભ પંત જેવા મહાન ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે.
એક સમયે વૈભવ 4 બોલમાં 7 રન પર રમી રહ્યો હતો, પરંતુ પછીના 12 બોલમાં જ તેણે ગિયર બદલીને 41 રન ફટકારી દીધા. તે ભલે પોતાની સૌથી ઝડપી સદી ચૂક્યો હોય, પરંતુ તેની આ ઇનિંગે 5 નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
વૈભવ સૂર્યવંશીએ તોડેલા 5 મોટા રેકોર્ડ્સ:
1. પ્લેઓફમાં સૌથી ઝડપી ફિફ્ટી:
વૈભવે હૈદરાબાદ સામે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી (ફિફ્ટી) પૂરી કરી લીધી હતી. આ સાથે જ તેણે IPL પ્લેઓફના ઈતિહાસમાં સુરેશ રૈના (16 બોલ) ના સૌથી ઝડપી ફિફ્ટીના જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ લિસ્ટમાં 17 બોલમાં ફિફ્ટી સાથે એડમ ગિલક્રિસ્ટ ત્રીજા ક્રમે છે.
2. એક સિઝનમાં સૌથી વધુ સિક્સર (60+):
'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલે 2012 ની સિઝનમાં 59 સિક્સર ફટકારી હતી. 14 વર્ષ બાદ, વૈભવે હૈદરાબાદ સામે 8 સિક્સર ફટકારીને ગેલનો આ ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે. તે એક જ સિઝનમાં 60 સિક્સર ફટકારનાર IPL ના ઈતિહાસનો પહેલો બેટ્સમેન બની ગયો છે.
આ પણ વાંચોઃ IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
3. 600+ રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી:
વૈભવે આ મેચમાં પોતાની સિઝનના 600 રન પણ પૂરા કર્યા. માત્ર 15 વર્ષની ઉંમરે 600 રનનો આંકડો પાર કરીને તેણે ઋષભ પંતનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. પંતે 2018 માં 21 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
4. પાવરપ્લેમાં સૌથી વધુ 50+ નો સ્કોર:
એલિમિનેટર મેચમાં વૈભવે ઇનિંગની ચોથી ઓવરમાં જ ફિફ્ટી પૂરી કરી દીધી. IPL પાવરપ્લે (પહેલી 6 ઓવર) માં આ તેની 5મી અડધી સદી હતી. આ લિસ્ટમાં હવે માત્ર ડેવિડ વોર્નર (6 વખત) જ તેનાથી આગળ છે.
5. પાવરપ્લેની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા:
પાવરપ્લેની 6 ઓવરની અંદર જ વૈભવે હૈદરાબાદના બોલરોને 8 છગ્ગા ફટકારી દીધા. તેણે સનથ જયસૂર્યા અને જોસ બટલર જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે અગાઉ પાવરપ્લેમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
