Vaibhav Suryavanshi IPL Records: રાજસ્થાન રોયલ્સ માટે રમતા માત્ર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL ના ઇતિહાસમાં એવો તરખાટ મચાવ્યો છે કે દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ પણ દંગ રહી ગયા છે. હરાજીમાં 1.10 કરોડ રૂપિયામાં વેચાયેલા આ ભોળા દેખાતા છોકરાએ માત્ર 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું અને પોતાની 21 મેચની ટૂંકી કરિયરમાં 5 એવા ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધા છે, જેને ભવિષ્યમાં તોડવા કોઈપણ ખેલાડી માટે લોઢાના ચણા ચાવવા સમાન હશે. સૌથી ઝડપી સદી ફટકારવાથી લઈને સૌથી વધુ સિક્સર મારવા સુધી, વૈભવે સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે અને ઓરેન્જ કેપનો પ્રબળ દાવેદાર છે.

Continues below advertisement

જ્યારે વૈભવે પોતાની પહેલી જ સિઝનમાં 206.5 ના તોફાની સ્ટ્રાઇક રેટથી 252 રન ફટકાર્યા, ત્યારે ઘણા ક્રિકેટ પંડિતોને લાગ્યું કે આ માત્ર એક 'તુક્કો' છે અને તેનો આ જાદુ લાંબો સમય ટકી શકશે નહીં. પરંતુ 2026 ની IPL સિઝનમાં આ યુવાને 500 થી વધુ રન બનાવીને તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા. ચાલો નજર કરીએ તેના એ 5 અદભુત રેકોર્ડ્સ પર જે લાંબા સમય સુધી અતૂટ રહેશે:

Continues below advertisement

1. સૌથી ઝડપી IPL સદી (ભારતીય ખેલાડી)

આઈપીએલના ઇતિહાસમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ હવે વૈભવના નામે છે. તેણે 2025 ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલું જ નહીં, 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેણે 36 બોલમાં સદી ફટકારીને પોતાનો જ દબદબો કાયમ રાખ્યો હતો.

35 બોલ - વૈભવ સૂર્યવંશી

36 બોલ - વૈભવ સૂર્યવંશી

37 બોલ - યુસુફ પઠાણ

2. સૌથી નાની ઉંમરે IPL ડેબ્યૂ

મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે જ્યારે વૈભવને ખરીદ્યો ત્યારે તે માત્ર 13 વર્ષનો હતો. 2025 માં જ્યારે તેણે મેદાન પર પગ મૂક્યો ત્યારે તેની ઉંમર 14 વર્ષ અને 23 દિવસ હતી. આ સાથે જ તે આઈપીએલ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

14 વર્ષ, 23 દિવસ - વૈભવ સૂર્યવંશી

16 વર્ષ, 157 દિવસ - પ્રયાસ રોય બર્મન

17 વર્ષ, 11 દિવસ - મુજીબ ઉર રહેમાન

આ પણ વાંચોઃ IPL 2026: પ્લેઓફમાં 1 સ્થાન માટે 4 ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો સંપૂર્ણ પ્લેઓફ સમીકરણ

3. IPL માં સૌથી ઝડપી 50 સિક્સર

આ યુવા ખેલાડીએ યુનિવર્સ બોસ અને સિક્સર કિંગ કહેવાતા ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વૈભવે માત્ર 15 ઇનિંગ્સમાં જ પોતાની 50 સિક્સર પૂરી કરી લીધી હતી, જ્યારે ગેલે આ સિદ્ધિ મેળવવા માટે 21 મેચ લીધી હતી.

15 ઇનિંગ્સ - વૈભવ સૂર્યવંશી

21 ઇનિંગ્સ - ક્રિસ ગેલ

4. એક સિઝનમાં સૌથી વધુ સિક્સ (ભારતીય)

વૈભવે IPL 2026 ની સિઝનમાં બોલરોની જોરદાર ધુલાઈ કરતા કુલ 53 સિક્સર ફટકારી હતી. આ સાથે જ તે એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ અભિષેક શર્માના નામે હતો.

53 છગ્ગા - વૈભવ સૂર્યવંશી

42 છગ્ગા - અભિષેક શર્મા (2024 માં)

આ પણ વાંચોઃ BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે

5. એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય

IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતા વૈભવે માત્ર 37 બોલમાં 103 રન ઝૂડી કાઢ્યા હતા. આ તોફાની ઇનિંગમાં તેણે 12 ગગનચુંબી સિક્સર ફટકારી હતી, જે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા એક ઇનિંગમાં મારવામાં આવેલી સૌથી વધુ સિક્સરનો નવો રેકોર્ડ છે.

12 છગ્ગા - વૈભવ સૂર્યવંશી

11 છગ્ગા - મુરલી વિજય