શોધખોળ કરો

14 બોલમાં 39 રન અને 5 સિક્સ! વૈભવ સૂર્યવંશીએ બુમરાહને ધોઈ નાખ્યો, તોફાની બેટિંગનો વીડિયો વાયરલ

વરસાદને કારણે 11 ઓવરની થયેલી મુંબઈ vs રાજસ્થાન મેચમાં યુવા બેટ્સમેન વૈભવે માત્ર 14 બોલમાં 39 રન ફટકારીને મચાવી ધમાલ, વિડીયો થયો વાઇરલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ બુમરાહના બોલ પર ફટકાર્યો છગ્ગો.
  • વરસાદના કારણે મેચ ૧૧-૧૧ ઓવરની રમાઈ, વૈભવે ૨૨ રન બનાવ્યા.
  • વૈભવે ૧૪ બોલમાં ૩૯ રનની તોફાની ઇનિંગ રમી.
  • સમીર રિઝવી સાથે સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ બનાવ્યો.

vaibhav suryavanshi six to bumrah: આઈપીએલ (IPL) 2026 માં 7 એપ્રિલનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે એકદમ રોમાંચક અને યાદગાર બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં એક 15 વર્ષના છોકરાએ દુનિયાના સૌથી ખતરનાક બોલર ગણાતા જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. આ યુવા બેટ્સમેનનું નામ છે વૈભવ સૂર્યવંશી, જેનો આ વિસ્ફોટક બેટિંગનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વરસાદના વિઘ્નને કારણે આ મેચ 11-11 ઓવરની રમાડવામાં આવી હતી, જેમાં વૈભવે પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે.

મેચની શરૂઆત જ રાજસ્થાન માટે એકદમ ધમાકેદાર રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી દીપક ચહર પહેલી ઓવર નાખવા આવ્યો, જેમાં રાજસ્થાનના બેટ્સમેનોએ તેને બરાબરનો ઝૂડી નાખ્યો અને એ ઓવરમાં 22 રન આવ્યા. ત્યારબાદ, બીજી ઓવર નાખવા માટે કેપ્ટને બોલ જસપ્રીત બુમરાહના હાથમાં સોંપ્યો. ક્રીઝ પર 15 વર્ષનો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હતો, જે પહેલીવાર આઈપીએલમાં બુમરાહનો સામનો કરી રહ્યો હતો. બુમરાહે સ્લોટમાં એકદમ ફૂલ બોલ નાખ્યો, અને વૈભવે જરાય ડર્યા વગર લોંગ-ઓન પર એક ગગનચુંબી છગ્ગો ફટકારી દીધો. આ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ દંગ રહી ગયા હતા.

વરસાદથી પ્રભાવિત આ મેચમાં પાવરપ્લે માત્ર 3.2 ઓવરનો જ રાખવામાં આવ્યો હતો. આ ટૂંકા પાવરપ્લેમાં વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે મળીને મુંબઈના બોલરોની ધૂળ કાઢી નાખી અને 59 રન જોડી દીધા. વૈભવે બુમરાહને માત્ર એક જ નહીં, પરંતુ એ જ ઓવરના ચોથા બોલ પર પણ બીજો શાનદાર છગ્ગો ફટકાર્યો હતો.

આ 11 ઓવરની ટૂંકી મેચમાં વૈભવે માત્ર 14 બોલનો સામનો કર્યો અને 39 રનની તોફાની ઈનિંગ રમી નાખી. પોતાની આ નાની પણ વિસ્ફોટક ઈનિંગમાં તેણે 1 ચોગ્ગો અને 5 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા હતા. આ પાંચ છગ્ગાની સાથે જ વૈભવે હવે IPL 2026 માં સમીર રિઝવી સાથે સૌથી વધુ છગ્ગા મારવાના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે.

Frequently Asked Questions

IPL 2026 માં 7 એપ્રિલના રોજ કઈ બે ટીમો વચ્ચે મેચ રમાઈ હતી?

IPL 2026 માં 7 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી.

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં કોના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો?

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં દુનિયાના ખતરનાક બોલર ગણાતા જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.

વૈભવ સૂર્યવંશીની ઉંમર કેટલી છે?

વૈભવ સૂર્યવંશી માત્ર 15 વર્ષનો યુવા ક્રિકેટર છે.

વરસાદને કારણે મેચ કેટલી ઓવરની રમાડવામાં આવી હતી?

વરસાદના વિઘ્નને કારણે મેચ 11-11 ઓવરની રમાડવામાં આવી હતી.

વૈભવ સૂર્યવંશીએ પોતાની ઇનિંગમાં કેટલા રન બનાવ્યા અને કયા શૉટ માર્યા?

વૈભવે 14 બોલમાં 39 રનની તોફાની ઇનિંગમાં 1 ચોગ્ગો અને 5 છગ્ગા માર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2026: સનરાઇઝર્સ હૈદરાબાદનો ચેન્નઈ સામે 10 રને શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં ટોપ-4 માં એન્ટ્રી
IPL 2026: સનરાઇઝર્સ હૈદરાબાદનો ચેન્નઈ સામે 10 રને શાનદાર વિજય, પોઈન્ટ ટેબલમાં ટોપ-4 માં એન્ટ્રી
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Embed widget