Virat Kohli-Musheer Khan Viral Video: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 (આઇપીએલ) ક્વોલિફાયર-1 માં વિરાટ કોહલી મેદાન પર ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યો હતો.  પંજાબ કિંગ્સની સતત વિકેટ પડતાં તેનો ઉત્સાહ વધી ગયો હતો. આ દરમિયાન, જ્યારે મુશીર ખાન બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે તેના માટે કંઈક કહ્યું, જેનો વીડિયો વાયરલ થવા લાગ્યો. કોહલીની ટીકા કરતા ફેન્સ દાવો કરી રહ્યા છે કે મુશીરની ડેબ્યૂ મેચમાં જ કોહલીએ તેની મજાક ઉડાવી હતી કે ‘યે પાની પિલાતા હૈ’ (પાણી પીવડાવે છે) કોહલીના ચાહકો પણ તેના બચાવમાં આવ્યા અને તેને તેની વિરુદ્ધનો એજન્ડા ગણાવ્યો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્લિપમાં ઊભેલા વિરાટ કોહલી બેટ્સમેન મુશીર ખાન તરફ ઈશારો કરી રહ્યો છે અને તેને પાણી પીવડાવાની વાત કરી રહ્યો છે. આ મુશીર ખાનની IPL ડેબ્યૂ મેચ હતી, તે પણ આટલા મોટા સ્ટેજ પર કારણ કે તેની ટીમે 60 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. યશ દયાલ, જોશ હેઝલવુડે ટોપ ઓર્ડરને આઉટ કર્યા હતા. જોકે, મુશીર ખાન પંજાબને કોઈ પણ રીતે મદદ કરી શક્યો નહીં, તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

વિરાટ કોહલીએ મુશીર ખાનને શું કહ્યું?

સોશિયલ મીડિયા પર એક ફેને લખ્યું હતું કે "ડેબ્યુટન્ટ મુશીર ખાન તરફ ઈશારો કરીને વિરાટ કોહલીએ કહ્યું કે તે પાણી પીવડાવે છે. આ શરમજનક છે.

બીજા ફેને લખ્યુ હતુ કે "મુશીર ખાન જ્યારે ગાર્ડ લઈ રહ્યો હતો ત્યારે શું કોઈએ વિરાટ કોહલીના લિપ-સિંક અને હાવભાવ પર ધ્યાન આપ્યું? જો સાચું હોય તો તે તેના પોતાના સ્ટાન્ડર્ડના હિસાબે આશ્ચર્યજનક છે. ચોક્કસપણે 'રમતના દિગ્ગજ' નું સૌથી ખરાબ વર્તન છે.

બેંગલુર 8 વિકેટથી જીતીને ફાઇનલમાં પહોંચ્યું

પંજાબ કિંગ્સ પહેલા બેટિંગ કરતી વખતે 101 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જોશ હેઝલવુડ અને સુયશ શર્માએ 3-3 અને યશ દયાલે 2 વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા RCB 8 વિકેટથી જીતી હતી. RCB એ 3 જૂને યોજાનારી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જ્યારે પંજાબ કિંગ્સે ફાઇનલમાં પહોંચવા માટે મુંબઈ વિરુદ્ધ ગુજરાતની એલિમિનેટરના વિજેતા સામે ક્વોલિફાયર 2 જીતવી પડશે.