Hardik Pandya MI captaincy: મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે આ સિઝન ખૂબ જ નિરાશાજનક રહી છે અને ટીમ IPL 2026 માંથી બહાર ફેંકાઈ ગઈ છે. રવિવારે RCB સામે 2 વિકેટથી મળેલી હાર બાદ ટીમના પ્લેઓફમાં પહોંચવાના રસ્તાઓ સાવ બંધ થઈ ગયા છે. આ ખરાબ પ્રદર્શન માટે સૌથી વધુ જવાબદાર ટીમની નબળી કેપ્ટનશીપને માનવામાં આવી રહી છે. ભલે હાર્દિક છેલ્લી બે મેચથી બહાર હોય, પણ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ સુધર્યું નથી. હવે જ્યારે ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે, ત્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. એવી પૂરી શક્યતા છે કે, ખરાબ ફિટનેસ, નબળા નિર્ણયો અને ટ્રોફી જીતાડવામાં નિષ્ફળતા જેવા 3 મોટા કારણોસર હાર્દિક પંડ્યા IPL 2027 માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નહીં રહે. ચાલો જાણીએ આ 3 કારણો વિશે વિગતે.

1. 3 સિઝન ગઈ, પણ એકેય ટ્રોફી નહીં

2024 માં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી પાછો લાવીને અને રોહિત શર્માને હટાવીને કેપ્ટન બનાવ્યો હતો. MI મેનેજમેન્ટ સ્પષ્ટપણે એવી આશા રાખતું હતું કે હાર્દિક લાંબા સમય સુધી ટીમનું શાનદાર નેતૃત્વ કરશે. પરંતુ, પરિણામો અપેક્ષાઓથી સાવ ઊલટા જ આવ્યા. હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ MI છેલ્લા 3 વર્ષમાં એક પણ ટ્રોફી જીતી શક્યું નથી અને માત્ર એક જ વાર પ્લેઓફ સુધી પહોંચી શક્યું છે. આ સતત મળતી નિષ્ફળતા મેનેજમેન્ટને હવે કેપ્ટન બદલવા જેવો આકરો નિર્ણય લેવા મજબૂર કરી શકે છે.

2. સતત ખરાબ ફિટનેસ અને ઈજાઓનો સામનો

હાર્દિક પંડ્યાની ફિટનેસ હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. પોતાની ઇજાઓને કારણે જ તે ટેસ્ટ ક્રિકેટ રમતો નથી અને હવે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પણ તેને કમરના દુખાવાની તકલીફ સતાવી રહી છે. ક્રિકેટ જગતમાં "વર્કલોડ મેનેજમેન્ટ" શબ્દ હાર્દિક અને જસપ્રીત બુમરાહના કારણે જ વધુ સાંભળવા મળે છે. એવું કહેવાય છે કે ફિટનેસની આ જ સમસ્યાઓને લીધે તેને ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ પણ આપવામાં નહોતી આવી. હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પણ તેની ફિટનેસ જ તેની કેપ્ટનશીપ માટે વિલન બની શકે છે.

વિરાટ કોહલી આ પોર્ન સ્ટાર સાથે જોવા મળ્યો? ખુદ પોર્ન સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

3. કેપ્ટન તરીકે નબળા નિર્ણયો અને વ્યક્તિગત ખરાબ પ્રદર્શન

IPL 2026 માં મુંબઈની હારનું એક સૌથી મોટું કારણ કેપ્ટન તરીકે હાર્દિકે લીધેલા નબળા નિર્ણયો છે. આખી સિઝન દરમિયાન ખરાબ ફિલ્ડિંગ સેટઅપ અને બોલરોના યોગ્ય સમયે ઉપયોગ ન કરવાને લઈને ક્રિકેટ નિષ્ણાતોએ તેની ભારે ટીકા કરી છે. આ ઉપરાંત, એક ખેલાડી તરીકે તેનું પોતાનું પ્રદર્શન પણ સાવ કંગાળ રહ્યું છે. તેણે 8 મેચમાં માત્ર 146 રન બનાવ્યા છે અને બોલિંગમાં માંડ 4 વિકેટ ઝડપી છે. આ ખરાબ ફોર્મ પણ તેને આગામી સિઝનમાં કેપ્ટનપદેથી હટાવવા માટે પૂરતું છે.

6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!