IPL 2026 ની 65મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. વરસાદ આવતા પહેલા માત્ર આઠ ઓવર રમાઈ હતી અને આ સમય સુધીમાં મુંબઈએ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. લીગ સ્ટેજની અંતિમ મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ હોવાથી જો MI વિરુદ્ધ KKR મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે તો પ્લેઓફનો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે?
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે IPL લીગ સ્ટેજ મેચો માટે કોઈ રિઝર્વ ડે નિયમ નથી. તેથી, મેચ અધિકારીઓ એ જ દિવસે પરિણામ નક્કી થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જો મેચનું પરિણામ ન આવે તો શું થશે?
એ નોંધનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સ પહેલાથી જ પ્લેઓફની દાવેદારીમાંથી બહાર છે તેથી જો આ મેચ રદ થાય તો પણ તેની તેમના પર ખાસ અસર નહીં પડે. જોકે, વરસાદ કોલકાતા નાઈટ રાઈડર્સ પર ભારે નુકસાન પહોંચાડી શકે છે.
પ્લોઓફ કેવી રીતે નક્કી થશે?
મુંબઈ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 12 મેચમાંથી 11 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. જો મુંબઈ સામેની તેમની મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. કોલકાતાના 13 મેચમાંથી 12 પોઈન્ટ થશે. જો કેકેઆર લીગ સ્ટેજમાં તેમની અંતિમ મેચ જીતી જાય તો પણ તેઓ મહત્તમ 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. કોલકાતા બિલકુલ ઈચ્છશે નહીં કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેમની મેચ વરસાદને કારણે રદ થાય, કારણ કે મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા અને પછી અંતિમ મેચ જીતવાથી તેઓ 15 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો- IPL 2026 Orange Cap: વૈભવ સૂર્યવંશીએ ફરી ઓરેન્જ કેપ પર કર્યો કબજો, કોહલી ટોપ-5 માંથી બહાર
કોલકાતાના વર્તમાન પ્લેઓફ સમીકરણને જોતાં તેમણે તેમની છેલ્લી બે મેચ કોઈપણ કિંમતે જીતવી જ જોઈએ. તેમને પોતાનો નેટ રન રેટ સુધારવાની જરૂર પડશે અને આશા રાખવી પડશે કે પંજાબ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ હારી જાય. રાજસ્થાન પણ પોતાની અંતિમ મેચ હારી જાય. તેમને એવી પણ આશા રાખવાની જરૂર પડશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પોતપોતાની અંતિમ મેચ ન જીતે.
