WPL 2023 Final and Eliminator: આ વર્ષે વૂમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝન રમાઇ રહી છે. ટૂર્નામેન્ટમાં કુલ 20 લીગ મેચો રમાવવાની હતી, જે પુરી થઇ ચૂકી છે. લીગની પહેલી મેચ 4 માર્ચ, શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇએ  143 રનોની ઐતિહાસિક જીત નોંધાવી હતી. વળી લીગની અંતિમ મેચ 21 માર્ચ, મંગળવારે યૂપી વૉરિયર્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાઇ હતી, જેમાં દિલ્હી 5 વિકેટથી વિજયી રહી હતી. જાણો ટૂર્નામેન્ટમાં કઇ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે અને કઇ ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. 


ડાયરેક્ટર ફાઇનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ  -
વૂમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો, આમાં દિલ્હી કેપિટલ્સે ટૉપ પર પહીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. દિલ્હી લીગ સ્ટેજમાં સૌથી સફળ રહી છે. ટીમે 8 માંથી કુલ 6 મેચોમાં જીત નોંધાવીને કુલ 12 પૉઇન્ટ્સ પોતાના નામે કર્યા છે. વળી, મુંબઇ ઇન્ડિયન્સ પણ કુલ 6 મેચ જીતવામાં સફળ રહી, પરંતુ દિલ્હીનો નેટ રનરેટ (+1.856) મુંબઇના નેટ રનરેટ (+1.711) થી વધુ રહ્યો છે. આ કારણે દિલ્હીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મળી ગઇ છે. 


મુંબઇ અને યૂપી વચ્ચે રમાશે. એલિમિનેટર મેચ - 
ટૂર્નામેન્ટની એલિમિનેટર મેચ નંબર બે પર રહેનારી મુંબઇ ઇન્ડિયન્સ અને ત્રીજા નંબર પર રહેનારી યૂપી વૉરિયર્સની વચ્ચે રમાશે. યૂપીએ 8 લીગ મેચોમાં 4 જીત નોંધાવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પરની પૉઝિશન હાંસલ કરી છે.  


બહાર થઇ બેંગ્લુર અને ગુજરાત -
સ્મૃતિ મંધાનાની આગેવાની વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને બેથ મૂનીની કેપ્ટનશીપ વાળી ગુજરાત જાયન્ટ્સ માટે ટૂર્નામેન્ટ કંઇ ખાસ રહી નથી. બન્ને ટીમો જ એલિમિનેટ થઇ ગઇ છે. બન્ને ટીમો પોતાની 8-8 લીગ મેચોમાંથી માત્ર 2-2 મેચ જીતવામાં સફળ રહી છે.  


ક્યારે રમાશે ફાઇનલ અને એલિમિનેટર મેચ ?
મહિલા આઇપીએલની એલિમીનેટર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને યૂપી વૉરિયર્સની વચ્ચે 24 માર્ચે, શુક્રવારે રમાશે. આ મેચ નવી મુંબઇના ડી વાય પાટીલ સ્પૉર્ટ્સ એકેડેમીમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગ્યાથી રમાશે. 


વળી, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 માર્ચ, શુક્રવારે મુંબઇના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં રમાશે. એલિમીનેટર મેચ જીતનારી ટીમો દિલ્હી કેપિટલ્સની સાથે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે. આ મેચની શરૂઆત સાંજે 7:30 વાગ્યાથી રમાશે.