Asian Games 2018: કબડ્ડીના ઈતિહાસમાં સૌથી મોટો ઉલટફેર, 28 વર્ષમાં પ્રથમવાર ભારતીય ટીમ ફાઇનલમાં ના પહોંચી
હવે ફાઈનલમાં ઈરાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે, દક્ષિણ કોરિયાએ પાકિસ્તાનને સેમીફાઈનલમાં હરાવ્યું હતું. હવે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇરાને સેમીફાઈનલમાં ભારતને હરાવીને 2014નો એશિયન ગેમ્સની ફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. 2014ની ફાઇનલમાં ભારતે આક્રમક મુકાબલામાં ઇરાનને 27-25થી હરાવી જીત હાંસલ કરી લીધી હતી.
28 વર્ષ બાદ ભારતીય કબડ્ડી ટીમ ફાઈનલમાં સ્થાન મેળવી શકી નથી. ભારતીય પુરૂષ ટીમ 7 વખત એશિયન ગેમ્સમાં કબડ્ડીની ચેમ્પિયન રહી છે. પરંતુ 2018 એશિયન ગેમ્સમાં સેમીફાઈનલમાં ઈરાને ભારતના વિજય રથને અટકાવી દીધો.
જકાર્તા: ઈન્ડોનેશિયામાં રમાઈ રહેલા 18માં એશિયન ગેમ્સમાં પુરુષ કબડ્ડીમાં સતત સાત વખત ચેમ્પિયન ભારતીય ટીમને ગુરુવારે રમાયેલી સેમીફાઈનલમાં ઈરાને 18-27 થી હરાવી દીધું છે. 28 વર્ષ બાદ આ પહેલી વખત છે કે ભારતીય પુરુષ કબડ્ડીની ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -