નવી દિલ્હીઃ ઈરાનની એકમાત્ર ઓલંપિક વિજેતા મહિલાએ દેશ છોડી દીધો છે. 21 વર્ષીય ઓલંપિક વિજેતાનું નામ કીમિયા અલી જાદે છે. તેણે દેશ છોડવા પાછળ ઈરાનના ખોટા અને બેવડા વલણને જવાબદાર ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને તેમણે કહ્યું કે, આવા માહોલમાં તેના માટે રહેવું શક્ય નહોતું. ઉપરાંત હું જ્યાં મહિલાઓનું અપમાન થતું હોય તેવી સિસ્ટમનો હિસ્સો બનવા નહોતી માંગતી. તેણે ખુદને લાખો પીડિત મહિલાઓ પૈકીની એક ગણાવી હતી.


કીમિયા અલી 2016માં રિયો ઓલંપિક્સમાં તાઈકવાંડોમાં કાંસ્ય પદક જીત્યો હતો. તેનો આરોપ છે કે ઈરાનમાં અધિકારીઓએ તેની સફળતાને પ્રોપેગંડા તરીકે ઉપયોહ કર્યો અને મને વર્ષો સુધી મૂરખ બનાવવામાં આવતી રહી. તેણે એમ પણ કહ્યું, અધિકારીઓએ મને જેમ કહ્યું તેવા જ કપડાં પહેર્યા, તેમણે જેમ બોલવાનું કહ્યું તેમ બોલી. તેમની દરેક સૂચનાઓનું મેં પાલન કર્યું.  મારી સફળતાનો સરકાર રાજકીય ઉદ્દેશની ઉપયોગ કરતી હતી પરંતુ અધિકારીઓ મારું આપત્તિજનક શબ્દો દ્વારા અપમાન કરતા હતા.


ગત સપ્તાહે કીમિયા અલી જાદે ગુમ થઈ હોવાના અહેવાલ આવ્યા હતા. જે બાદ ઈરાનમાં સનસની મચી ગઈ હતી, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શઉં તેને યૂરોપથી ઓફર મળી છે ? આ સવાલના જવાબનું તેણે ખંડન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, અલી જાદે 2020માં ટોકિયો ઓલંપિક્સમાં સામેલ થવા માંગે છે પરંતુ ઈરાની નાગરિક તરીકે નહીં. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)