મુંબઈઃ જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમના મેન્ટોર-કોચ અને ટીમ ઇન્ડિયા માટે ઘણાં સમય સુધી ક્રિકેટ રમી ચૂકેલ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે સોમવારે કહ્યું કે, બીસીસીઆઈ જે પણ શક્ય હશે એટલી જમ્મુ કાશ્મીરના ખેલાડીઓને મદદ કરશે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી.

જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન (JKCA)પોતાની ટીમને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાનાર વિજી ટ્રોફીમાં મોકલશે નહીં, કારણ કે તેમને રાજ્યપાલ સત્યપાલ મલિક પાસેથી ખેલાડીઓની સુરક્ષાનો ભરોસો મળ્યો નથી. ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા પ્રમાણે આર્ટિકલ 370 હટ્યા પછી જમ્મુ કાશ્મીરના ઘણા ખેલાડીઓ સાથે સંપર્ક થઈ શકતો નથી. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશન પોતાના ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી. જેમાં કેપ્ટન પરવેઝ રસૂલ પણ સામેલ છે.

JKCAના સીઇઓ સાહ બુખારીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમે ભાગ્યે જ વિજી ટ્રોફીમાં ભાગ લઈશું. હાલતમાં સુધારો થયો છે પણ અમારા ખેલાડીઓ સાથે કોઈ સંપર્ક નથી. અમારી પાસે ખેલાડીઓના મોબાઇલ નંબર છે પણ તેમણે પોતાના લેન્ડલાઇન નંબર અમને આપ્યા નથી. આજના જમાનામાં લોકો લેન્ડલાઇનનો ઉપયોગ કરતા નથી. અમે કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી છે પણ જે ખેલાડી ખીણમાં છે અમે તેમનો સંપર્ક કરી શક્યા નથી કારણ કે તેમના મોબાઈલ ફોન કામ કરી રહ્યા નથી. અમને એ પણ ખબર નથી કે પરવેઝ રસૂલ ક્યાં છે?

આ મામલે ઈરફાન પટાણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ મેચ ઝડપથી શરૂ થવાની હતી અને જમ્મુ કાશ્મીરમાં કર્ફ્યુ લાગી ગયું હતું. માટે બીસીસીઆઈ આ મામલે મદદ કરશે, પરંતુ પહેલા અહીની સ્થિતિ પહેલાની જે સામાન્ય હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણને વિતેલા વર્ષે જુલાઈમાં જમ્મુ કાશ્મીર ટીના મેન્ટરો-કોચ બનાવવામાં આવ્યા હતા.