ન્યૂઝીલેન્ડના બોલરોએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ. રાહુલને માત્ર એક જ રનમાં આઉટ કરી દીધા હતા. જ્યારે ઋષભ પંતની વિકેટ પડી તો તે દોડતો દોડતો રવિ શાસ્ત્રી તરફ આવ્યો અને તેમની સાથે ગુસ્સાથી ચર્ચા કરવા લાગ્યો. કેમેરામાં ભારતીય કેપ્ટન અને કોચ વચ્ચે થયેલી ખટપટ કેદ થઈ ગઈ. ગુસ્સામાં જોવા મળી રહેલો કોહલી શાસ્ત્રી સાથે ટૂંકી વાતચીત કર્યા બાદ ફરી ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો હતો.
યુવા વિકેટકીપર અને બેટ્સમેન પંતને ચોથા નંબર પર બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો જો કે હાર્દિક પંડ્યા સાથે 47 રનોની ભાગીદારી કર્યા બાદ પંત આઉટ થઈ ગયો હતો.