Ind vs SA 3rd Test: ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની ટીમ ઇન્ડિયામાં કેરિયર અત્યાર સુધી શાનદાર રહી છે. તેને ત્રણેય ફોર્મેટમાં પોતાનો દમ બતાવીને સ્થાન પાક્કી કરી લીધુ છે. પરંતુ હવે આગામી ટેસ્ટને લઇને બુમરાહે જબરદસ્ત ભાવુક સંદેશ મોકલ્યો છે. આ સંદેશ ખાસ કેપટાઉન સાથે જોડાયેલો છે. ખરેખરમાં આ ટ્વીટમાં ચાર વર્ષ જુનો કેપટાઉન સાથેના સંબંધની યાદોને વગોળી છે. 


બુમરાહ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમનો મુખ્ય ભાગ છે. તેને વર્ષ 2018માં કેપટાઉનના મેદાન પર રમતા જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ મેચમાં બુમરાહે 4 વિકેટો ઝડપી હતી. જોકે, આ મેચ ભારતીય ટીમ 72 રનોથી હારી ગઇ હતી. બુમરાહ એકવાર ફરીથી કેપટાઉનમાં ટેસ્ટ મેચ રમવા ઉતરશે. તેને ડેબ્યૂ મેચને યાદ કરીને આ ટ્વીટ કર્યુ છે, આમાં તેને તસવીરની સાથે દિલચસ્પ કેપ્શન પણ લખ્યું છે. 


બુમરાહે ટ્વીટ કર્યું- “કેપ ટાઉન, જાન્યુઆરી 2018- મારા માટે અહીંથી ટેસ્ટ ક્રિકેટની શરૂઆત થઈ. ચાર વર્ષ પછી, હું એક ખેલાડી તરીકે અને એક વ્યક્તિ તરીકે મોટો થયો છું અને આ મેદાન પર પાછા આવવાથી ખાસ યાદો તાજી થાય છે.”




હનુમા વિહારીની થશે છુટ્ટી
ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કેપ્ટન કોહલીની વાપસી લગભગ નક્કી છે. આવામાં ટીમમાંથી હનુમા વિહારીને બહાર બેસવાનો વારો આવી શકે છે. વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. પીઠની ઈજાને કારણે વિરાટ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. હવે વિરાટ ફરી એકવાર ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી રહ્યો છે. વિરાટની વાપસીથી હનુમા વિહારીને બહાર થવુ પડશે. 


મોહમ્મદ સિરાજને કરાશે બહાર
વળી, બીજા ફેરફાર સાથે ટીમમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને બહાર બેસાડવામાં આવી શકે છે, કેપટાઉનની પીચને જોતા મોહમ્મદ સિરાજની જગ્યાએ અનુભવી સ્ટાર બૉલર ઇશાન્ત શર્માને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી શકે છે. કેમ કે તે સતત 100થી વધુની સ્પીડથી બૉલ ફેંકી શકે છે અને તેની પાસે 100થી વધુ ટેસ્ટ મેચોનો અનુભવ છે જે ભારતીય ટીમને કામ આવી શકે છે.