નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના પ્રથમ ક્વોલીફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સની સામે ચેન્નઈ હારી ગયું હતું. ચેન્નઈના કેપ્ટમ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં એક રોમાંચક પળ આવી હતી જ્યારે છેલ્લી ઓવરના પહેલા બોલ પર એમ.એસ.ધોની ધમાકેદાર શોટ રમવા માટે આગળ વધ્યો હતો. જોકે, તેનું બેટ છૂટી ગયું હતું અને ઈશાન કિશને કેચ પકડ્યો હતો. MIના ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા પરંતુ અમ્પાયરે નો બોલ જાહેર કર્યો હતો.



MI તરફથી જસપ્રીત બુમરાહ ઓવર ફેંકી રહ્યો હતો. પહેલા જ બોલે એમ.એસ.ધોનીના હાથમાંથી બેટ છૂટી ગયું અને ઈશાન કિશને શાનદાર કેચ પકડ્યો હતો.



મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતાં. જોકે, અમ્પાયર નીઝલ લોંગે નોબોલ ચેક કરવાનો નિર્ણય કર્યો અને બાજી પલટાઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહનો પગ ક્રીઝ લાઈનથી બહાર હતો. અમ્પાયરે બોલને નોબોલ ગણાવ્યો હતો.


મહેન્દ્ર સિંહ ધોનીએ 29 બોલમાં 37 રન બનાવ્યાં હતાં. આ સાથે જ તેણે અંબાતી રાયુડૂ સાથે 66 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, આ પાર્ટનરશીપ પણ ચેન્નાઈને વિજય અપાવી શકી નહોતી અને મુંબઈ ફાઈનલમાં પ્રવેશ્યું હતું.