નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ઈજા બાદ કમબેક કરીને તે અસરકારક પ્રદર્શન કરી શક્યો નથી. આ કારણે તેની નિંદા પણ થઈ રહી છે. તેણે વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટમાં 88 રન આપીને માત્ર 1 વિકેટ લીધી. ભલે બુમરાહ હાલમાં પોતાના બેસ્ટ ફોર્મમાં ન હોય પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમમાં તેનું યોગદાન બેસ્ટ રહ્યું છે. 26 વર્ષનો બુમરાહ દુનિયાના સૌથી વિશ્વસનીય બોલર્સમાંથી એક છે. તેણે દુનિયભરના બેટ્સમેનોને પોતાની બોલિંગથી પરેશાન કર્યા છે.


બુમરાહમે હાલમાં જ ખુલાસો કર્યો કે, મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને ડેબ્યૂ પર શું સલાહ આપી હતી. તેમણે કહ્યુ કે, ‘તે સમયે કોઈ મારી પાસે આવ્યુ ન હતુ, કોઈએ મને કંઈપણ ન કહ્યુ, પરંતુ ધોની મારી પાસે આવ્યા અને કહ્યુ કે, જેવા તમે છો તેવા જ રહો તમારી ગેમને એન્જોય કરો.’પોતાની કેપ્ટનશીપ કારકિર્દીમાં કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત ધોનીએ પોતાના બોલરોનો સાચો ઉપયોગ કર્યો હતો.



બુમરાહે કહ્યું કે, જૉન રાઈટે તેની પ્રતિભાને ઓળખી અને મદદ કરી. ઉલ્લેખનીય છે કે જૉન રાઈટ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઘણા વર્ષો પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા. આ દરમિયાન મુંબઈની ટીમમાં બુમરાહને જગ્યા મળી. જૉન રાઈટ ટીમ ઈન્ડિયાના હેડ કોચ પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે બુમરાહે પોતાના નાની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં 13 ટેસ્ટ, 64 વન-ડે અને 50 ટી-20 મેચો રમી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 226 વિકેટ પોતાના નામે કરી છે. તેમાં ટેસ્ટમાં લીધેલી હેટ્રિક પણ શામેલ છે.



ઈગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2019માં રમાવામાં આવેલ વિશ્વ કપમાં તોઓ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં બુમરાહ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવા ગયેલી ભારતીય ટીમમાં સામેલ છે. પ્રથમ ટેસ્ટમાં ભારત 10 વિકેટથી હારી ગયુ છે. વિશ્વ કપમાં સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ મેહન્દ્ર સિંહ ધોની ટીમમાંથી બહાર નીકળી ગયા છે. હવે ધોની 2020 માં IPLના મેદાનમાં જ જોવા મળશે.