જસપ્રીત બુમરાગહે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝમાં એક ઈનિંગ દરમ્યાન પાંચ વિકેટ લેવાનું પરાક્રમ કર્યુ અને આ ઉપલબ્ધિ મેળવનારો પ્રથમ અને એકમાત્ર એશિયન બોલર બન્યો છે. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી છે. બુમરાહે જમૈકાનાં સબિના પાર્કમાં પોતાની હેટ્રિકથી વેસ્ટઈન્ડિઝની બેટિંગ લાઈનઅપના ધજાગરા ઉડાવ્યા હતા, એવું કરનારોએ ત્રીજો ભારતીય બોલર છે.
જસપ્રીત બુમરાહને 2018-19માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ પોલી ઉમરીગર એવોર્ડ તેમજ દિલીપ સરદેસાઈ એવોર્ડ મળશે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત અને અંજુમ ચોપરાને ક્રમશ કર્નલ સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને મહિલાઓમાં બીસીસીઆઈનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.