(Source: ECI/ABP News/ABP Majha)
John Cena Retirement: દિગ્ગજ રેસલર જ્હૉન સીનાએ WWE માંથી સંન્યાસની જાહેરાત કરી, જાણો ક્યારે ને ક્યાં રમશે છેલ્લી મેચ
John Cena Retirement: રેસલિંગ લવર્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના દિગ્ગજ રેસલર જ્હૉન સીના ટૂંક સમયમાં તેની મહાન કારકિર્દીનો અંત લાવવા જઈ રહ્યો છે
John Cena Retirement: રેસલિંગ લવર્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના દિગ્ગજ રેસલર જ્હૉન સીના ટૂંક સમયમાં તેની મહાન કારકિર્દીનો અંત લાવવા જઈ રહ્યો છે. જ્હોન સીનાએ WWE ના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પૉસ્ટ કરેલા એક વીડિયોમાં ઇન-રિંગ સ્પર્ધામાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 2025માં WWEને અલવિદા કહી દેશે.
જ્હૉન સીના કેનેડાના ટોરોન્ટોમાં 'WWE મની ઇન ધ બેંક' શોમાં પરત ફર્યો હતો. તેણે અચાનક એન્ટ્રી કરીને તમામ ચાહકોને ચોંકાવી દીધા હતા. આ પછી તેણે કહ્યું, 'આજે રાત્રે હું સત્તાવાર રીતે WWEમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.' જ્હૉન સીનની આ જાહેરાતથી તેના ફેન્સ દુખી છે. એક સોશિયલ મીડિયા યૂઝરે કૉમેન્ટ કરી, 'વિલ મિસ યૂ ચેમ્પિયન.' અન્ય એક ફેને લખ્યું- સીના વિના WWE જોવું મુશ્કેલ હશે.
જ્હૉન સીનાએ ખુલાસો કર્યો કે તે અત્યારે 'મન્ડે નાઇટ રૉ' પર રહેવાની યોજના ધરાવે છે. ખરેખર, શૉ 'મન્ડે નાઇટ રૉ' જાન્યુઆરી 2025માં નેટફ્લિક્સ પર શરૂ થવા જઈ રહ્યો છે. સીનાએ કહ્યું- હું આજે સંન્યાસ નહીં લઈશ. આ વિદાય, તે આજની રાત પૂરી થતી નથી.
તેણે કહ્યું, 'દરેક વ્યક્તિ મન્ડે નાઈટ રોને આવતા વર્ષે ઈતિહાસ રચતા જોવા માંગે છે. જ્યારે આ શો નેટફ્લિક્સ પર આવશે ત્યારે ઈતિહાસ રચાશે. હું Netflix પર ક્યારેય Raw નો ભાગ રહ્યો નથી, તે ઇતિહાસ છે. તે પ્રથમ વખત છે, અને હું ત્યાં હોઈશ. હું એ ઈતિહાસનો સાક્ષી બનીશ.
જ્હૉન સીનાએ કહ્યું- 2025 રૉયલ રમ્બલ મારું છેલ્લું હશે. 2025 એલિમિનેશન ચેમ્બર મારી છેલ્લી હશે. અને હું આજે રાત્રે એ જાહેરાત કરવા આવ્યો છું કે લાસ વેગાસમાં રેસલમેનિયા 2025 એ છેલ્લું રેસલમેનિયા હશે જેમાં હું સ્પર્ધા કરું છું.
જ્હૉન સીનાએ 2001માં ડબલ્યુડબલ્યુઇ સાથે કરાર કર્યો અને તે પછી તેણે સફળતાની સીડીઓ ચડવાનું ચાલુ રાખ્યું. શરૂઆતમાં તેની અને કર્ટ એન્ગલ વચ્ચેના ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી. કર્ટ ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ વિજેતા છે. 2018 માં, તે WWE થી દૂર હતો અને પ્રસંગોપાત દેખાવો કરતો હતો. તેણે તેની અભિનય કારકીર્દિને આગળ વધારવા માટે તેમાંથી દૂર થઈ ગયો. તે રેકોર્ડ 16 વખત WWE વર્લ્ડ ચેમ્પિયન છે. હાલમાં જ જ્હૉન સીના ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, બાર્બી જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે.