મુંબઇઃ આઇપીએલ (IPL 2021) શરૂ થઇ ચૂકી છે. ગઇકાલે હૈદરાબાદ અને મુંબઇ વચ્ચે રમાઇ. આ મેચમાં હૈદરાબાદનો (Sunrisers Hyderabad) બેટ્સમેન જૉની બેયરસ્ટૉ (Jonny Bairstow)નો ચર્ચાનો વિષય બન્યો કેમકે તેને ફટકારેલી એક સિક્સ ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. જૉની બેયરસ્ટૉ જ્યારે બેટિંગ કરે છે દુનિયાના અચ્છે અચ્છા બૉલરો પણ ગભરાય છે. આવુ જ કંઇક ગઇકાલની મેચમાં બન્યુ.


રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ (Mumbail Indians) સામે રમાયેલી મેચમાં જૉની બેયરસ્ટૉએ (Jonny Bairstow) પોતાની તાબડતોડ બેટિંગ શરૂ કરી અને છગ્ગા- ચોગ્ગાનો રમઝટ બોલાવી દીધી. આમાં જૉની બેયરસ્ટૉ (Jonny Bairstow Six) એક સિક્સર એવી ફટકારી કે તે બૉલ સીધો મુંબઇ ઇન્ડિયન્સના ડગઆઉટમાં રાખેલા ફ્રિઝ પર જઇને અથડાયો, અને ફ્રીઝનો કાંચ તુટી ગયો હતો. જૉની બેયરસ્ટૉના આ છગ્ગાનો વીડિયો પણ હાલ જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની શાનદાર જીત થઇ હતી. 


જૉની બેયરસ્ટૉના છગ્ગાથી મુંબઇ ઇન્ડિયન્સના ડગ આઉટનુ ફ્રિજ પણ તુટી ગયુ હતુ, એટલુ જ નહીં ડગઆઉટમાં મુંબઇ ઇન્ડિયન્સના બૉલિંગ કૉચ પણ બચી ગયા હતા. આ સમયે બૉલિંગ કૉચ મુથૈયા મુરલીધરન ડગઆઉટમાં હતા અને તેમને બૉલ વાગતા રહી ગયો હતો, કેમકે તે ફ્રિઝની પાસે જ બેઠેલા હતા, પરંતુ જ્યારે બૉલ પોતાની તરફ આવી રહ્યો હતો તેને જોઇને તે ઉભા થઇ ગયા હતા, નહીં તો મુરલીધરન પણ ઇજાગ્રસ્ત થઇ શકતા હતા. જૉની બેયરસ્ટૉએ આ ઘાતક શૉટ હૈદરાબાદની ઇનિંગની ત્રીજી ઓવરમાં ફટકાર્યા હતો. ટ્રેન્ટ બૉલ્ટ આ દરમિયાન બૉલિંગ કરી રહ્યો હતો. આમાં પહેલા બે બૉલ પર જૉની બેયરસ્ટૉએ ઉપરાછાપરી ચોગ્ગા ફટકાર્યા હતા.



આ બૉલ બાદ જૉની બેયરસ્ટૉએ એક ચોગ્ગા પણ ફટકાર્યો હતો. તેને આ ઓવરમાં 18 રન બનાવ્યા હતા. પછી આગળની ઓવરમાં એડમ મિલ્નેના બૉલ પર સતત બે છગ્ગા ફટકાર્યા. મેચમાં જૉની બેયરસ્ટૉ ઝડપથી રન બનાવવાના ચક્કરમાં હિટવિકેટ આઉટ થઇ ગયો હતો. જૉની બેયરસ્ટૉએ 22 બૉલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી શાનદાર 43 રન બનાવ્યા હતા.