કપિલ દેવે ગણાવ્યો આ ખેલાડીનો સૌથી મોટો ક્રિકેટર, કહ્યું- કોહલી-સચીન કરતાં છે અનેકગણો ચઢીયાતો....
નવી દિલ્હીઃ જ્યારે જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે ભારત માટે સચીન અને કોહલીને બેસ્ટ ગણવામાં આવે છે. ફેન્સ પણ આ બન્ને ક્રિકેટરો માટે દિવાના છે. પણ સૌથી પહેલીવાર ભારતને વર્લ્ડકપ અપાવનારા કેપ્ટન કપિલ દેવના મતે સચીને કોહલી નહીં પણ ધોની છે ભારતનો સૌથી મોટો ક્રિકેટર. જાણો કેમ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની બન્ને વર્લ્ડકપ ચેમ્પિયન કેપ્ટન છે. કપિલે 1983માં પહેલીવાર ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર વર્લ્ડકપ ટ્રૉફી ઉઠાવી હતી, જ્યારે ધોનીએ વાનખેડે સ્ટેડિયમમાં ફેમસ છગ્ગા સાથે ભારતને 2011નો વર્લ્ડકપ જીતાડ્યો હતો.
નોંધનીય છે કે, ધોનીએ 2014મા ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં વચ્ચેથી જ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. ત્યારબાદ જાન્યુઆરી 2017માં તેને વનડેમાંથી પોતાની કેપ્ટનશીપને અલગ કરી દીધી હતી.
કપિલે કહ્યું કે, ધોની ભારતનો સૌથી મોટો ખેલાડી છે. તેને 90 ટેસ્ટ રમી છે અને પછી કહ્યું ચાલો હવે યુવાઓને મોકો આપો. ધોનીએ આવુ જ કર્યુ, પોતાના દેશનો પોતાની જાતથી પહેલા મુકવા માટે તેને સલામ છે.
કપિલને જ્યારે ભારતનો સૌથી મોટો ક્રિકેટર કોન છેનો સવાલ કરવામાં આવ્યો તો તેમને ધોનીનું નામ લીધી. હાલની પરિસ્થિતિમાં કોહલી સતત ઉંચાઇઓના શિખરે જઇ રહ્યો છતાં કપિલે કોહલી કે સચીનને નહીં પણ ધોન પર વિશ્વાસ દાખવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -