કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને વધુ એક મોટુ સન્માન મળવાની તૈયારી છે. ઇસ્ટ બંગાળ પહેલી ઓગસ્ટે પોતાના સ્થાપના દિવસ પર પોતાના સર્વોચ્ચ ‘ભારત ગૌરવ’થી સન્માનિત કરશે.


ઇસ્ટ બંગાળને આ ઉપરાંત સ્ટાર ફૂટબૉલર બાઇચુંગ ભૂટિયા માટે ઔપચારિક વિદાય સમારોહની યોજના બનાવી છે. આ પૂર્વ ભારતીય કેપ્ટન આઠ વર્ષ બાદ ફરીથી ફૂટબૉલના મેદાનમાં દેખાશે. તેમને પોતાની છેલ્લી મેચ આઠ વર્ષ પહેલા કતરમાં એએફસી એશિયા કપમાં રમી હતી.



દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સામેલ કપિલ દેવે 22 જૂન 1992ના દિવસે ઇસ્ટ બંગાળ સાથે કરાર કર્યો હતો, અને તેના 6 દિવસ બાદ મોહન બાગાનની વિરુદ્ધ પ્રદર્શની મેચમાં સ્થાનાપન્ન સ્ટ્રાઇકર તરીકે 27 મિનીટ માટે મેદાનમાં ઉતર્યા હતા.



ઇસ્ટ બંગાળની કાર્યકારી સમિતિના સભ્ય દેવબ્રત સરકારે કહ્યું કે ભૂટિયાએ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી, પણ ક્લબ ફૂટબૉલમાંથી તેમને સન્યાસ ન હતો લીધો.