હાર્દિક પંડ્યાને લાગ્યો વધુ એક ઝટકો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2019 04:22 PM (IST)
1
ખાર જિમખાનાના માનદ મહાસચિવ ગૌરવ કાપડિયાએ જણાવ્યું કે, હાર્દિક પંડ્યાને ઓક્ટોબર 2018માં ત્રણ વર્ષની માનદ સભ્યતા આપવામાં આવી હતી, પરંતુ ક્લબની સમિતિએ તેને પરત લેવાનો ફેંસલો લીધો છે. આ પ્રકારની મેમ્બરશિપ ખેલાડીઓને આપવામાં આવે છે. ખાર જિમખાન મુંબઈની શ્રેષ્ઠ ક્લબો પૈકીની એક છે.
2
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સસ્પેન્સન બાદ વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈની ખાર જિમખાનાએ હાર્દિકને આપેલી સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ પરત લઈ લીધી છે.
3
ટીવી શો કોફી વિથ કરણ દરમિયાન મહિલાઓ પર ટિપ્પણી માટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન કેએલ રાહુલને બીસીસીઆઈએ સસ્પેન્ડ કરી ભારત બોલાવી લીધા હતા. જે બાદ એક કંપનીએ પણ હાર્દિક સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી.