કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં 64મો રન બનાવ્યો ત્યારે તેના વન ડે ક્રિકેટમાં 1000 રન પૂરા થયા હતા. આ ઉપલબ્ધિ મેળવતા ટીમના સાથીઓએ તાળીઓ પાડી રાહુલને શુભેચ્છાઓ આપી હતી. કેએલ રાહુલ 25 બોલમાં 80 રન બનાવી આઉટ થયો હતો.
કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. રાહુલે 27 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો. આ પહેલા કોહલી અને ધવન 24-24 ઈનિંગમાં અને નવજોત સિંહ સિદ્ધુએ 25 ઈનિંગમાં 1000 રન બનાવી ચૂક્યા છે. મહેંદ્ર સિંહ ધોની અને અંબાતી રાયડુએ 29-29 ઈનિંગમાં 1 હજાર રન પૂરા કર્યા છે.