નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં વિજય શંકરના સ્થાને ટીમ ઇન્ડિયામાં પસંદગી થતાં ક્રિકેટર મયંક અગ્રવાલના ઘરે આનંદ છવાયો છે, પરિવારજનો અને ક્રિકેટ ફેન્સ ખુશ છે. ટૂર્નામેન્ટમાં ઇજાના કારણે ઓલરાઉન્ડર વિજય શંકર બહાર થઇ ગયો અને તેની જગ્યાએ વિસ્ફોટક બેટ્સમેન મયંક અગ્રવાલે તાત્કાલિક ધોરણે ઇંગ્લેન્ડ બોલાવાયો છે. જાણો કોણ છે મયંક અગ્રવાલ...



28 વર્ષીય ક્રિકેટર મયંક અગ્રવાલનો જન્મ 16 ફેબ્રુઆરી, 1991ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો. મયંક અગ્રવાલનો પરિવાર મૂળ સહારનપુરનો છે, જે ધંધાર્થે બેંગ્લૉર શિફ્ટ થઇ ગયો હતો. મયંક અગ્રવાલ કર્ણાટક ક્રિકેટમાં બૉલિંગ અને બેટિંગ બન્નેમાં માહિર છે, જો વર્લ્ડકપમાં મેચ રમવાનો મોકે મળશે તો તેની વનડે ડેબ્યૂ મેચ હશે, આ પહેલા તેને ઓસ્ટ્રેલિયા સામે બૉક્સિંગ ડે મેચ 2018માં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી.

28 વર્ષીય આ ક્રિકેટરે નવેમ્બર, 2017માં ઘરેલુ મેચ, કર્ણાટકા ટીમ તરફથી મહારાષ્ટ્ર સામે ત્રેવડી સદી ફટકારી હતી. આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર તરફથી રમી ચૂક્યો છે, અને હાલ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ છે.



મયંક અગ્રવાલની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેને વર્ષ 2018ના જાન્યુઆરી મહિનામાં આસિતા સૂડ સાથે સગાઇ કર્યા બાદ પરણી ગયો હતો. આસિતા સૂદ હાલમાં બેંગ્લૉર પોલીસ કમિશનર પ્રવિણ સૂડની પુત્રી છે.