રિષભ પંતની ટેસ્ટ ટીમમાં પસંદગીને લઈ શાસ્ત્રીએ ખોલ્યું રહસ્ય, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jul 2018 09:28 AM (IST)
1
રિષભ પંતે આઈપીએલ 2018માં 14 મેચમાં એક સદી સહિત 684 રન બનાવ્યા હતા.
2
બીજી વાત એ છે કે યુવા વિકેટકિપર બેટ્સમેનને તૈયાર કરવાનો આ સમય છે. પંત આ માપદંડમાં એકદમ ફિટ બેસે છે. શાસ્ત્રીએ કહ્યું કે, પંતે ઈન્ડિયા-એ વતી રમતા ટેસ્ટમાં રન બનાવી રહ્યો હતો. આ કારણે તેને સીનિયર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
3
શાસ્ત્રીએ કહ્યું કે, પંતમાં તે પ્રતિભા છે. તેની બેટિંગ જોઈએ તો તેમાં કંઈક અલગ લાગે છે. તે મેચ બદલનારો ખેલાડી સાબિત થઈ શકે છે તો પછી તેને કેમ મોકો ન આપવો જોઈએ.
4
લંડનઃ ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવેલા રિષભ પંતને લઈ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીઓ મોટો ખુલાસો કર્યો છે. પંતની પસંદગીને યોગ્ય ગણાવતાં શાસ્ત્રીએ કહ્યું કે, તે ટેસ્ટ ટીમમાં પસંદગી માટે હકદાર છે. પંતે તેની જાતને સાબિત કરી દીધી છે.