Lionel Messi Retirement: આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના રિટારયમેન્ટ લેવા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મેસ્સીએએ સેબેસ્ટિયન વિગ્નોલો સાથેની વાતચીતમાં ફૂટબોલમાંથી સંન્યાસ લેવાનો આ સંકેત આપ્યો છે. મેસ્સીએ વાતચીતમાં કહ્યું છે કે, "2022નો કતાર વર્લ્ડ કપ તેનો છેલ્લો હશે."


શું કહ્યું મેસ્સીએ?


“હું વર્લ્ડ કપ સુધીના દિવસો ગણી રહ્યો છું. "સત્ય એ છે કે, થોડી ચિંતા પણ છે, શું થવાનું છે? તે (ફિફા વર્લ્ડ કપ) મારી છેલ્લી ટૂર્નામેન્ટ છે, તે કેવી રીતે જશે?'. એક તરફ, હું તેના આવવાની રાહ જોઈ શકતો નથી પરંતુ આ ટૂર્નામેન્ટ સારી રીતે જાય તે માટે હું ચિંતિત પણ છું."






આર્જેન્ટિના ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પુષ્ટિ કરી છે કે, આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે તો તેણે કહ્યું કે હા, તે એકદમ છેલ્લો છે. તમને જણાવી દઈએ કે 2022 પછી આગામી ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં થશે અને ત્યારે લિયોનેલ મેસ્સી 39 વર્ષનો થઈ ગયો હશે. 


હું વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છુંઃ મેસ્સી


આ જ કારણ છે કે મેસ્સીએ ગત વર્લ્ડ કપ પહેલાં જ કન્ફર્મ કરી દીધું છે. 35 વર્ષીય લિયોનેલ મેસ્સીએ કહ્યું કે, હું શારીરિક રીતે વધુ સારું અનુભવી રહ્યો છું, મને આશા છે કે વર્લ્ડ કપ પહેલા પણ મારી સિઝન સારી રહેશે. આ મારી પહેલી વાર નથી, હું ઈજામાંથી પાછો આવ્યો છું અને હવે સારું અનુભવું છું. હવે હું વર્લ્ડ કપના દિવસો જ ગણી રહ્યો છું.


મેસ્સીએ આગળ વાત કરતાં કહ્યું કે, "અમે ખૂબ જ મજબૂત ગ્રુપ સાથે ખૂબ જ સારી મોમેન્ટ પર છીએ, પરંતુ વિશ્વ કપમાં કંઈપણ થઈ શકે છે," મેસ્સીએ આ અંગે સમજાવતાં કહ્યું, “તમામ મેચો મુશ્કેલ હોય છે, તે જ વિશ્વ કપને ખાસ બનાવે છે કારણ કે ફેવરિટ હંમેશા એવા હોતા નથી જેઓ જીતે છે અથવા તો તમારી અપેક્ષા મુજબ સારું કરે છે. "મને ખબર નથી કે આપણે મનપસંદ છીએ કે કેમ, પરંતુ આર્જેન્ટિના પોતે હંમેશા ઇતિહાસ માટે ઉમેદવાર છે. અમે મનપસંદ ટીન નથી, મને લાગે છે કે અન્ય ટીમો છે જે અમારાથી ઉપર છે. મેસ્સી આ સિઝનમાં ક્લબ અને દેશ બંને માટે રેડ હોટ ફોર્મમાં છે, આર્જેન્ટિના હાલમાં 35-ગેમની અજેય સ્ટ્રીક પર છે.