Lionel Messi on Retirement: ફૂટબોલ જગતના મહાન ખેલાડીઓમાં સામેલ આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ નિવૃત્તિનો સંકેત આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે તેની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે અને હવે કંઈ બાકી નથી. ઉલ્લેખનીય છે કે આ અનુભવી ખેલાડીએ ગયા વર્ષે જ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતાડી હતી.
લિયોનેલ મેસ્સી સાત વખતનો બેલોન ડી'ઓર એવોર્ડ વિજેતા છે. તેની પાસે ચેમ્પિયન્સ લીગથી લઈને લા લીગા ટ્રોફી સુધીના ઘણા ખિતાબ છે. 2021 માં તેણે પ્રથમ વખત કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું. તેણે ફિફા વર્લ્ડ કપ 2022નો સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ પસંદ કરવામાં આવ્યો હતો.
'હવે કંઈ બાકી નથી'
મેસ્સીએ કહ્યું, 'વ્યક્તિગત રીતે મેં મારી કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. તે (વર્લ્ડ કપ ટ્રોફી) મારી કારકિર્દીનો અંત લાવવાનો સારો રસ્તો હતો. જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ બધું મારી સાથે થશે. ખાસ કરીને આ ક્ષણ જીવવી (વર્લ્ડ કપ જીતવી) અદ્ભુત હતી. અમે કોપા અમેરિકા જીત્યા અને પછી વર્લ્ડકપ પણ જીત્યા. હવે કંઈ બાકી નથી.
IND vs NZ: ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યા મોટા કારણ, જાણો કેવી રીતે ન્યુઝીલેન્ડે અમદાવાદમાં ભારત સામે ટેકવ્યા ઘૂંટણ
IND vs NZ 3rd T20: ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. પહેલા ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડનો દાવ 12.1 ઓવરમાં માત્ર 66 રનમાં સમેટાઈ ગયો હતો.
કિવી બોલરોની જોરદાર ધોલાઈ
ભારત તરફથી ઓપનર શુભમન ગિલે 63 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ભારતીય ટીમનો ઓપનર ઈશાન કિશન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ઈશાન કિશે 3 બોલમાં 1 રન બનાવ્યો હતો.
ન્યુઝીલેન્ડને 235 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો
શુભમન ગિલ ઉપરાંત રાહુલ ત્રિપાઠી અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ કિવી ટીમ સામે 235 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. મોટા ટાર્ગેટના દબાણમાં મિશેલ સેન્ટનરની ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે 168 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. આ સાથે જ ટી20 ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.
શુભમન ગિલની આક્રમક ઇનિંગ
શુભમન ગિલે 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ઉપરાંત, તેણે કિવી બોલરો સામે મેદાનની ચારે બાજુ શોટ રમ્યા હતા. આ પહેલા શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં બેવડી સદી ફટકારી હતી.
નવા બોલ સાથે ટીમ ઈન્ડિયાના બોલરોની ઘાતક બોલિંગ
ભારતીય ટીમના વિશાળ લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડની ટીમ પત્તાની જેમ વિખેરાઈ ગઈ. ટીમ ઈન્ડિયાના બોલરોએ નવા બોલથી ઘાતક બોલિંગ કરી. ખાસ કરીને ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી હતી. કિવી બેટ્સમેનો ભારતીય ફાસ્ટ બોલરો સામે આઉટ થતા રહ્યા. ન્યુઝીલેન્ડની અડધી ટીમ 21 રનમાં પેવેલિયન પરત ફરી હતી. જ્યારે કિવી 12.1 ઓવરમાં 66 રનમાં સમેટાઈ ગઈ હતી