મુંબઇઃ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ના ધાકડ ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) પોતાના કમાલ બતાવીને બધાને ચોંકાવી દીધા છે. પોતાની તાબડતોડ બેટિંગથી ચેન્નાઇ કેટલીય મેચો જીતાડી છે, અને રનોના ઢગલા કરીને ઓરેન્જ કેપ પણ પહેરી ચૂક્યો. તેને અબુધાબીમાં પહેલી સદી ફટકારતાં જ ફેન્સ અને ક્રિકેટરો તેની બેટિંગની ભરપુર પ્રસંશા કરી હતી. ઋતુરાજ ગાયકવાડની પર્સનલ લાઇફ થોડી જુદી છે, તે પોતાની લવ લાઇફને લઇને પણ તે ચર્ચામાં છે. રિપોર્ટ છે કે તેનુ મરાઠી સિનેમાની હૉટ એક્ટ્રેસ સયાલી સંજીવ (Sayali Sanjeev)ની સાથે સંબંધો છે. જોકે, બન્નેમાંથી કોઇએ આ અંગે ખુલાસો કે નિવેદન આપ્યા નથી.
ઋતુરાજ ગાયકવાડ અને સયાલી સંજીવના લવ એન્ગલની શરૂઆત એક કૉમેન્ટની સાથે થઇ હતી, જે તેને એક્ટ્રેસની ઇન્સ્ટા પૉસ્ટ પર કરી હતી. આ કૉમેન્ટ પર એક્ટ્રેસ પણ દિલની ઇમૉજી બનાવીને જવાબ આપ્યો હતો. બસ અહીંથી બન્ને વચ્ચે અફેર શરૂ થયુ હતુ.
કૌણ છે સયાલી સંજીવ?
સયાલી સંજીવનો જન્મ 31 જાન્યુઆરી 1993ના રોજ મહારાષ્ટ્રના ધૂલેમાં થયો હતો. સયાલીએ પોતાની સ્કૂલનો અભ્યાસ નાસિકની આરજેસી બાઇટકો હાઇસ્કૂલમાં પુરો કર્યો. તેને નાસિકોમાં એચપીટી આર્ટ્સ અને આરવાઇકે સાયન્સ કૉલેજમાંથી ગ્રેજ્યૂએશન પુરુ કર્યુ છે. કૉલેજના એક કાર્યક્રમમાં સયાલીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો અને ત્યારથી તેને અભિનયને પોતાની કેરિયર બનાવવાનો ફેંસલો કર્યો.
સયાલીએ ડેન્ટ્જ, ક્વિકર, સ્વારોવસ્કી જેમ્સ અને બિરલા આઇકેયર જેવા બ્રાન્ડો માટે કામ કર્યુ છે. સયાલીએ ફિલ્મ જગતમાં એક સંગીત વીડિયોના માધ્યમથી પોતાની શરૂઆત કરી, જેમાં સુશાંત શેલારીએ પણ અભિનય કર્યો. સયાલીને પહેલો મોટો પ્રૉજેક્ટ મરાઠી સીરિયલ ‘કાહે દિયા પરદેસ’ના રૂપમાં મળ્યો, તેને આમાં ‘ગૌરી’ની ભૂમિકા નિભાવી હતી.
ફિલ્મોની વાત કરીએ તો એક્ટ્રેસ સયાલીએ રાજુ પારસેકરની ફિલ્મ ‘પુલિસ લાઇન્સ – એક પૂર્ણ સત્ય’માં કામ કર્યુ. આ ઉપરાંત અતપદી નાઇટ્સ, ધ સ્ટૉરી ઓફ પૈઠાની, મન ફકીરા અને એબી એન્ડ જેવી ફિલ્મો કરી