મુંબઇએ બનાવ્યો IPL-11નો સૌથી લૉએસ્ટ સ્કૉર, આ ટીમના નામે છે આઇપીએલનો સૌથી નીચા સ્કૉરનો રેકોર્ડ
આ લિસ્ટમાં દસમા નંબરે બેંગ્લૉરની ટીમનું નામ છે, જે 18 એપ્રિલ 2008ના રોજ કોલકત્તા વિરુદ્ધ માત્ર 82 રનમાં સમેટાઇ ગઇ હતી.
આઠમા નંબરે રાજસ્થાનની ટીમ છે, જે 17 એપ્રિલ 2011ના રોજ કોલકત્તા વિરુદ્ધ માત્ર 81 રન જ કરી શકી હતી.
નવી દિલ્હીઃ આઇપીએલ 11ની 23મી મેચ મુંબઇ માટે કલંકરૂપ સાબિત થઇ. મુંબઇ ઇન્ડિયન્સની ટીમે આ મેચમાં શરમજનક પ્રદર્શન કરતાં સિઝનનો સૌથી નીચો સ્કૉર બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ તરફથી મળેલા 119 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમ 18.5 ઓવપોમાં માત્ર 87 રનમાં જ સમેટાઇ ગઇ હતી, હેદરાબાદે 31 રનથી આ યાદગાર જીત મેળવી લીધી હતી. અહીં અમે તમને આઇપીએલ ઇતિહાસની નીચા-લૉ સ્કૉરર મેચ વિશેની યાદ તાજા કરાવીએ છીએ.
ચોથા નંબર પર બેંગ્લૉરની ટીમ, બેંગ્લૉરે 26 એપ્રિલ 2014ના રોજ રાજસ્થાનની ટીમ વિરુદ્ધ 70 રન જ ફટકાર્યા હતા.
લૉઅર સ્કૉરર ટીમના લિસ્ટમાં હવે મુંબઇનો ફરીથી સમાવેશ થયો છે. મુંબઇ ગઇકાલે આઇપીએલ 11ની 23મી મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ સિઝનનો પહેલો લૉઅર સ્કૉર નોંધાવ્યો. હેદરાબાદે મુંબઇને માત્ર 8 રનમાં જ ઢેર કરી દીધું હતું.
નવમાં નંબરે આ લિસ્ટમાં હૈદરાબાદની ટીમ પણ આવે છે, હૈદરાબાદે 24 એપ્રિલ 2010માં બેંગ્લૉર વિરુદ્ધ 82 રન બનાવ્યા હતાં.
દિલ્હીની ટીમે 4 મે 2013ના દિવસે આઇપીએલમાં હૈદરાબાદની ટીમ સામે 80 રન જ કર્યા હતા, આ સાથે લૉઅર સ્કૉરમાં દિલ્હી સાતમા નંબરે યથાવત રહી હતી.
કોચ્ચિ બાદ ચેન્નાઇની ટીમને પણ આ લિસ્ટમાં છઠ્ઠુ સ્થાન મળ્યું છે. ચેન્નાઇએ 5 મે 2013ના દિવસે 79 રન કરીને આ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
કોચ્ચિ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે, કોચ્ચિની ટીમે 27 એપ્રિલ 2011માં આઇપીએલમાં હૈદરાબાદની ટીમ વિરુદ્ધ 74 રન કર્યા હતા.
ત્રીજા નંબર પર કોલકત્તાની ટીમ છે, તે 16 મે 2008માં મુંબઇ ઇન્ડિયન્સ સામે માત્ર 67 રનમાં સમેટાઇ ગઇ હતી.
બીજા નંબર પર રાજસ્થાનની ટીમ આવે છે, રાજસ્થાને 18 એપ્રિલ 2009માં બેંગ્લોર સામે 58 રનનો સ્કૉર કર્યો હતો.
લૉઅર સ્કૉરમાં ટૉપર બેંગ્લોરની ટીમ છે, 23 એપ્રિલ 2017ના રોજ કોલકત્તા સામે 49 રનનો સ્કૉર કર્યો હતો. આ આઇપીએલનો સૌથી નીચામાં નીચો સ્કૉર છે.