Khelo India Youth Game: મધ્યપ્રદેશમાં પહેલીવાર ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે, આ આયોજનને લઇને હાલમાં દિવસોમાં રાજ્યના યુવાઓમાં રમતો પ્રત્યે પ્રેરણા આપવા માટે રેલી કાઢવામાં આવી છે. ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની મશાલ રેલી ગુરુવારે ભીડ પહોંચી હતી. આ રેલીનું સ્વાગત ઇન્દિરા ગાંધી ચૌરા પર રાજ્યના સહકારિતા મંત્રી ડૉ. અરવિન્દ સિંહ ભદોરિયા, સાંસદ સંધ્યા રાય, ધારાસભ્ય સંજીવ સિંહ કુશવાહ સહિતના અન્યે રાજકીય તથા વહીવટી નેતાઓ આ મશાલ રેલીમાં જોડાયા હતા.
ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનો મુખ્ય હેતુ રાજ્યમાં યુવાઓને રમતો સાથે જોડવાનો છે. ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2022ની ટૉર્ચ (મશાલ) રેલીનું આયોજન રાજ્યમાં દરેક જિલ્લામાં 14 થી 29 જાન્યુઆરી 2023 સુધી ભ્રમણ કરવામાં આવશે. આ મશાલ રેલીના 02 ગૃપ આખા રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે. જેનુ એક ગૃપ સીહોર, દેવાસ, ઇન્દોર, ઘાર, ખરગૌન, ખંડવા, નીમચ, બરહાનપુર, બડવાની, અઠલીરાજપુર, ઝાબુઆ, રતલામ, મંદસૌર, નીમચ, ઉજ્જૈન, આગર માલવા, શાજાપુર, રાજગઢ, ગુના, શિવપુરી, શ્યૉપુર, મુરૈના થઇને ભિંડ પહોંચ્યુ છે.
આ મશાલ રેલી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ મશાલ ગૃપ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના પ્રસંગે ઇન્દિરા ગાંધી ચોરા ભિન્ડમાં પહોંચ્યુ હતુ. જ્યાં તેનુ રાજકીય અને અધિકારી અગાવાનોએ સ્વાગત કર્યુ હતુ.
ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ભિન્ડ જિલ્લામાં આવેલી મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી. મશાલ પ્રાપ્ત કર્યા બાદ સહકારિતા મંત્રી ભદોરિયા, સાંસદ રાય, ધારાસભ્ય કુશવાહ સહિત અધિકારીઓ તથા રમતપ્રેમીઓએ આ મશાલને પકડીને શહેના ઇન્દિરા ગાંધી ચોરા, પરેડ ચોરા, આર્ય નગર ચોરા પર થઇને સુભાષ તિરાહ પર રેલીનુ સમાપન કરવામાં આવ્યુ હતુ.
8 શહેરોમાં થશે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ -
30 જાન્યુઆરીએ ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં આનો શુંભારંગ થશે, આ પછી 31 જાન્યુઆરીથી રમત ગતિવિધિઓ શરૂ થઇ જશે. આ કાર્યક્રમ ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, જબલપુર, ગ્વાલિયર, બાલાઘાટ, મહેશ્વર, મંડલામાં થશે. આ શહેરોમાં કુલ 27 રમતો રમાશે. મધ્યપ્રદેશ તરફથી 470 ખેલાડીઓ ઉતરશે.