નવી દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર લવલીના ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યો હતો. જે બાદ તેની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેની સાથે મજાક કરી હતી.
શું કહ્યું પ્રધાનમંત્રી મોદીએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લવલીના બોરગોહેનની ખૂબ પ્રશંસા કરી હતી અને હળાવા અંદાજમાં કહ્યું કે, તમારો જન્મ ગાંધી જયંતી (2 ઓક્ટોબર)ના રોજ થયો છે. ગાંધીજીએ અહિંસાની વાત કરી, જ્યારે તમે તમારા પંચ માટે જાણીતા છો. પ્રધાનમંત્રીએ જેવી આ વાત કરી કે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
નાની વયે મેડલ જીતનારી ત્રીજી ખેલાડી
મોદીએ લવલીનાને કહ્યું, જીત નારી શક્તિ અને પ્રતિભાના તપનું પ્રમાણ છે. જીત ખાસ કરીને આસામ અને પૂર્વોત્તરના રાજ્યો માટે ગર્વની વાત છે. લવલીનાની ઉંમર માત્ર 23 વર્ષ છે. આટલી ઓછી ઉંમરે મેડલ જીતનારી તે ત્રીજી ખેલાડી બની ગઈ છે. આ કમાલ બોક્સર વિજેંદર અને મેરીકોમ કરી ચુક્યા છે.
લવલીનાએ પ્રથમ વખત જ ઓલિમ્પિકમાં હિસ્સો લીધો હતો અને મેડલ જીત્યો હતો. તેણે વિશ્વની સૌથી શ્રેષ્ઠ કએલાડી બુસાનેજ સુરમેનેલી સામે હારી હતી. લવલીના દેશ માટે ભવિષ્યમાં વધુ મેડલ જીતશે તેમ લોકોને લાગી રહ્યું છે.
પુરુષ હોકીમાં ભારતને મળ્યો બ્રોન્ઝ મેડલ, 41 વર્ષ જીત્યો મેડલ
ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે અને 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. ભારતે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરનના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતના હીરો ભારત માટે સિમરનજતીસિંહ, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહ અને ગોલકીપર શ્રીજેશ હતા. ભારત વતી સિમરનજીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કરીને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી. જર્મનીએ મેચની પ્રથમ મિનિટમાં ગોલ કરીને 0-1ની લીડ મેળવી હતી. જર્મની માટે તૈમુર ઓરુઝે ગોલ કર્યો હતો. ભારતને પાંચમી મિનિટે ગોલ કરવાની તક મળી પરંતુ રૂપિન્દર પાલ સિંહ પેનલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.