ઈંગ્લેન્ડના  પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના ઉભરતા સ્ટ્રાઈકર મેસન ગ્રીનવુડ  પર તેની ગર્લફ્રેન્ડે ગંભીર આરોપ મૂક્યાં છે. શું છે સમગ્ર મામલો જાણીએ,ઈંગ્લેન્ડના  પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના ઉભરતા સ્ટ્રાઈકર મેસન ગ્રીનવુડ  વિરૂદ્ધ તેની  ગર્લફ્રેન્ડે  ફરિયાદ કરી છે અને તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.


ગર્લફ્રેન્ડે 20 વર્ષીય ગ્રીનવુડ પર હિંસા અને ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. ગ્રીનવુડની ગર્લફ્રેન્ડ હેરિયેટ રોબસે રવિવાર, 30 જાન્યુઆરીના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા અને વિડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં તેણીના નાકમાંથી લોહી નીકળતું અને તેના શરીરના વિવિધ ભાગો પર ઉઝરડા જોવા મળે છે. ત્યારપછી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ છે અને ગ્રીનવુડ સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. યુવા ફૂટબોલરે હજુ સુધી આ સંબંધમાં કોઈ નિવેદન જારી કર્યું નથી, પરંતુ તેની ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડએ કહ્યું છે કે તેમને આ અંગે માહિતી મળી છે અને તેઓ હિંસાને સમર્થન આપતા નથી.



વિન્ડીઝની ટી-20 ટીમમાં આ તોફાની બેટ્સમેનનો સમાવેશ ના કરાતાં ભારતને રાહત, પોલાર્ડના વિરોધી ક્યા ક્રિકેટરને લેવાયો ?


કિંગ્સ્ટન ઓવલઃ વેસ્ટ ઈન્ડિઝે ભારત પ્રવાસ માટેની કીયેરોન પોલાર્ડની કેપ્ટન્સી હેઠળની 16 સભ્યોની ટી-૨૦ ટીમની જાહેરાત કરી દીધી છે. કીયેરોન પોલાર્ડના વાઈસ કેપ્ટન તરીકે નિકોલસ પૂરણની પસંદગી કરવામાં આવી છે.


ભારત માટે રાહતના સમાચાર એ છ કે,  ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા તોફાની બેટ્સમેન હેતમાયરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ડેસમંડ હેઈન્સની આગેવાની હેઠળની સિલેક્શન પેનલે હાલ ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમી રહેલી ટીમને જ ભારત સામેની શ્રેણી માટે યથાવત્ રાખી છે. વેસ્ટ ઈન્ડિઝે આશ્ચર્યજનક રીતે આ સીરિઝ જીતી લીધી છે.


ભારત અને વિન્ડિઝ વચ્ચે 16 ફેબુ્રઆરીથી ત્રણ ટી-20 મેચની શ્રેણીનો પ્રારંભ થશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ રમાયા પછી 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્રણેય ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. ટી-20 સીરિઝ  અગાઉ તારીખ 6 ફેબ્રુઆરી,  9ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ ભારત અને વિન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે મેચની વન ડે શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.



 


અગાઉ વિન્ડિઝની પસંદગી સમિતિએ ભારત પ્રવાસ માટેની વન ડે ટીમની જાહેરાત કરી હતી. આ વન ડે ટીમમાં સામેલ 11 ખેલાડીઓને ટી-20 શ્રેણી માટેની ટીમમાં પણ સમાવવામાં આવ્યા છે. તાજેતરમાં વિન્ડિઝના મીડિયામાં વાઈરલ બનેલી વોઈસ ટેપમાં પોલાર્ડે કથિત રીતે જે ખેલાડીને ટાર્ગેટ બનાવ્યો હોવાનું મનાય છે તે ઓડેન સ્મિથે પણ ટીમમાં તેનું સ્થાન જાળવી રાખ્યું હતુ.


માન્ચેસ્ટર યુનાઈટેડની એકેડમીમાંથી બહાર આવેલા મેસન ગ્રીનવુડ ઈંગ્લેન્ડની જુનિયર ફૂટબોલ ટીમો માટે પણ રમી ચૂક્યા છે અને આવી સ્થિતિમાં તેની ફૂટબોલ કારકિર્દી પર પણ મુશ્કેલીની વાદળો ઘેરાઇ રહ્યાં છે.  અંગ્રેજી મીડિયાના અહેવાલો અનુસાર, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ શરૂ  કરી રહી છે. જોકે, હાલ એ સ્પષ્ટ નથી થયું કે, ગ્રીનવૂડ સામે  કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં.