Manish Narwal Wins Silver Medal: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરોનો જલવો યથાવત છે. અવની લેખરા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી છે. મનીષ નરવાલે સિલ્વર મેડલ કબજે કર્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1માં સિલ્વર મેડલ જીત્યો હતો. અત્યાર સુધીમાં ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 4 મેડલ જીત્યા છે. આ પહેલા ભારતીય પેરા શૂટર અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. આ સિવાય પ્રીતિ પાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.   






મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આ શૂટરે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH-1 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ હવે તેણે પેરિસ પેરાલિમ્પિકમાં પણ પોતાના આ કારનામાનું પુનરાવર્તન કર્યું છે.



મનીષ નરવાલે કુલ 234.9 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે દક્ષિણ કોરિયાના જોં જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનના શૂટર યાંગ ચાઓ 214.3 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.     






ઉલ્લેખનીય છે કે મનીષ નરવાલ મૂળ સોનીપતના છે. જોકે, તેમના પિતા ઘણા વર્ષો પહેલા ફરીદાબાદમાં સ્થાયી થયા હતા. મનીષ નરવાલે જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ 2018માં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 10 મીટર અને 50 મીટર ઈવેન્ટ્સમાં આ કારનામું કર્યું હતું. આ સિવાય તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જો કે હવે આ પેરા શૂટરે પેરિસ પેરાલિમ્પિકમાં પોતાનો જલવો બતાવ્યો હતો.       


Paralympics 2024: ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ, અવની લેખરાએ પેરાલિમ્પિક્સમાં પોતાનો જ રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ