ઓસ્ટ્રેલિયા સામે ઓપનરો નિષ્ફળ જતાં તાબડતોડ બે બેટ્સમેનને મોકલ્યા ઓસ્ટ્રેલિયા, ત્રીજી ટેસ્ટમાં બંને રમી શકે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટમાં ઓપનરોના ખરાબ પ્રદર્શનને લઇને ટીમ ઇન્ડિયા ચિંતિત છે. લોકેશ રાહુલ અને મુરલી વિજય સતત નિષ્ફળ જઇ રહ્યાં છે. પહેલી ટેસ્ટમાં જીત અને બીજી ટેસ્ટમાં હાર બાદ સીરીઝ 1-1ની બરાબરી પર આવી ગઇ છે.
જ્યારે બીજા ખેલાડી તરીકે ત્રણેય ફોર્મેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવનારો હાર્દિક પંડ્યા છે. હાર્દિક પંડ્યા એશિયા કપમાં ઇજા થવાથી ટીમની બહાર હતો, ટીમ મેનેજમેન્ટે તેને પણ ઓસ્ટ્રેલિયા મોકલ્યો છે અને ત્રીજી ટેસ્ટ રમી શકે છે.
હવે ત્રીજી ટેસ્ટ જીતવા માટે ટીમ મેનેજમેન્ટે બે તાબડતોડ બેટ્સમેનોને ઓસ્ટ્રેલિયા મોકલ્યા છે અને તે ત્રીજી ટેસ્ટમાં રમી શક છે. આ લિસ્ટમાં મયંક અગ્રાવાલ અને હાર્દિક પંડ્યા છે.
નોંધનીય છે કે, ભારત સીરીઝમાં 1-1થી બરાબરી છે, આગામી ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૂ થઇ રહી છે.
આ લિસ્ટમાં પહેલુ નામ મયંક અગ્રવાલનુ છે, અગ્રવાલ ડૉમેસ્ટીક ક્રિકેટમાં રનના ઢગલા ખડકી ચૂક્યો છે જેના કારણે તેને તાત્કિલાક ધોરણે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યો છે. મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે.