સહેવાગ મહાન ખેલાડી, તેની સિદ્ધીઓનું અડધુ પણ મેળવી લઉં તો મને આનંદ થશેઃ મયંક અગ્રવાલ
પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકર અને તેના પ્રાઇવેટ કૉચ ઇરફાન સૈતને લાગે છે કે મયંક અગ્રવાલમાં ‘સહેવાગની થોડી ઝલક’ દેખાય છે, તેની રમત સહેવાગ જેવી આક્રમક છે.
કર્ણાટકન આ યુવા બેટ્સમેને સ્વદેશ પરત ફર્યા બાદ જણાવ્યુ કે, ‘ઇમાનદારીથી કહુ તો હું સરખામણીનો પ્રસંશક નથી, પણ તે (સહેવાગ) ભારતીય ક્રિકેટમાં મહાન ખેલાડીઓમાંનો એક છે, હું માત્ર ક્રિઝ પર જઇને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવા ઇચ્છુ છું અને જોઉં છુ કે હું કેટલું સારુ કરી શકું છુ. એટલે મારો કહેવાનો મતલબ છે કે જો હું સહેવાગનુ અડધુ પણ હાસિલ કરી લઉં તો મને આનંદ થશે.’
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં લોકેશ રાહુલ અને મુરલી વિજયની નિષ્ફળ ઓપનિંગ જોડી બાદ સીરીઝની વચ્ચેથી મંય્ક ટીમમાં સામેલ થયો હતો, 27 વર્ષીય મયંક અગ્રવાલે મેલબોર્ન અને સિડનીમાં મોકાનો ફાયદો ઉઠાવીને 77, 76 અને 42 રનની શનદાર ઇનિંગ રમી હતી.
બેગ્લુંરુઃ ઓસ્ટ્રેલિયમાં ‘ડ્રીમ ડેબ્યૂ’ બાદ વિરેન્દ્ર સહેવાગ સાથે મયંક અગ્રવાલની તુલના થઇ રહી, આ અંગે અગ્રવાલે કહ્યું કે, સહેવાગ એક ઉમદા અને સર્વશ્રેષ્ઠ ખેલાડી છે, હું તેની સરખામણીમાં ના આવું.