Lionel Messi Retirement FIFA WC 2022: આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે સેમિ ફાઇનલ મેચમાં ક્રોએશિયા પર શાનદાર જીત હાંસલ કરી હતી, આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન લિયૉનલ મેસી ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ બાદ સન્યાસ લેવાની વાતની પુષ્ટી કરી છે. મેસી પોતાની કેરિયરનો છેલ્લો વર્લ્ડકપ રમી રહ્યો છે.
મેસીની કેપ્ટનશીપમાં ટીમ આર્જેન્ટિનાએ સેમિ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતાં ક્રોએશિયા પર જીત હાંસલ કરી હતી, આ પછી મેસીના સન્સાસની ખબર સામે આવી. હિન્દુસ્તાન ટાઇમ્સ પર છપાયેલી એક ખબર અનુસાર, મેસીના સન્યાસની પુષ્ટી કરી છે, મેસીએ કહ્યું કે, - હું એ વાતને લઇને ખુશ છું કે વિશ્વકપની સફર ફાઇનલ મેચમાં રમવાની સાથે ખતમ કરીશ. આગામી વર્લ્ડકપ ખૂબ સમય બદા આવશે, અને મને નથી લાગતુ કે ત્યાં સુધી હું આ કરી શકીશ, આ રીતે ફિનિશ કરવુ બેસ્ટ છે.
જો મેસીના કેરિયરની વાત કરીએ તો તે એક શાનદાર ખેલાડી છે, તેને આર્જેન્ટિના માટે અત્યાર સુધી 171 મેચો રમી છે, આ દરમિયાન 96 ગૉલ કર્યા છે, તેને આ વર્ષે પોતાની ટીમ માટે 9 મેચ રમી છે, અને 16 ગૉલ કર્યા છે. મેસીએ 2021માં 16 મેચ રમતા 9 ગૉલ કર્યા હતા, તેને આર્જેન્ટિના માટે ઇન્ટરનેશનલ કેરિયરની શરૂઆત વર્ષ 2005માં કરી હતી, મેસીને સીનિયર ટીમ માટે 2005 માં ત્રણ મેચ રમી હતી, જોકે, તે એક પણ ગૉલ ન હતો કરી શક્યો.
મેસી - આ સ્ટાર ખેલાડી તકને ગોલમાં બદલી શક્યો નહોતો. તેમાં કોઈ શંકા નથી કે લિયોનેલ મેસી એક મહાન ખેલાડી છે, આ સિવાય તે તેની ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે. આર્જેન્ટિનાએ વર્ષ 1978 બાદ 1986માં આ ખિતાબ જીત્યો હતો. તે દરમિયાન પણ આ ટીમનું પ્રદર્શન લગભગ સરખું જ રહ્યું હતું. ફિફા વર્લ્ડ કપ 1978માં આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મારિયો કેમ્પ્સ અને ફિફા વર્લ્ડ કપ 1986માં ડિએગો મેરાડોના પેનલ્ટી ચૂકી ગયા હતા.
ભારતીય ચાહકો FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચ Jio સિનેમા પર લાઈવ જોઈ શકશે. ખરેખર, FIFA વર્લ્ડ કપનું Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. અગાઉ, ગ્રુપ-સ્ટેજ સિવાય, નોકઆઉટ મેચો પણ Jio સિનેમા પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી.