કોહલીને કઈ રીતે આઉટ કરવો ? ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને બતાવી આ ટ્રિક, જાણો વિગત
કોહલીના ફોર્મથી ઈંગ્લેન્ડના ક્રિકેટરો પણ પરિચિત છે. આ સ્થિતિમાં ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોન નવી રણનીતિ સાથે આવ્યા છે. તેમણે એક અખબારમાં લખેલી કોલમમાં કહ્યું છે કે, ઈંગ્લિશ પ્લેયરોએ વિરાટ કોહલી સામે આક્રમક થઈને રમત રમવી જોઈએ. એન્ડરસન અને બ્રોડે કોહલીને ફ્રન્ટ ફૂટ પર પડકાર ફેંકવો જોઈએ. સતત ઓફ સ્ટંપ બહાર બોલ નાંખ્યા બાદ સીધો બોલ નાંખીને તેને પરેશાનીમાં નાંખી શકાય છે.
તેણે આગળ લખ્યું છે કે, ઈંગ્લેન્ડે વન ડે સીરિઝણાં આમ કર્યું છે. કોહલી ઓફ સ્ટંપ બહાર થોડો અસહજ રહે છે. એન્ડરસન અને બ્રોડે સતત આવા જ બોલ નાંખવા પડશે અને તેને રમવા માટે મજબૂર કરવો પડશે. જો બોલ સ્વિંગ થશે તો બંને ઘણા ખતરનાક સાબિત થશે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે થનારી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં બધાની નજર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર હશે. ટીમની સાથે બંને દેશના દર્શકો પણ ચાર વર્ષ બાદ કોહલી ઈંગ્લેન્ડમાં કેવી બેટિંગ કરશે તે જોવા ઈચ્છુક છે. છેલ્લા ચાર વર્ષમાં કોહલીએ ક્રિકેટને ઘણું બદલ્યું છે અને લગભગ દરેક ટીમ સામે રન બનાવ્યા છે.