ખરેખર, ક્રિકેટર મોહમ્મદ આમિરે સોશ્યલ મીડિયા પર એક ટ્વીટને લાઇક કરી, ત્યારબાદ વિવાદ ઉભો થઇ ગયો અને ફેન્સે તેને ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતુ. પાકિસ્તાનના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ સાદિકે એક ટ્વીટ કર્યુ આ ટ્વીટ પછી એક અન્ય ફેન્સે રિટ્વીટ કર્યુ, જેમાં લખ્યુ હતું કે, 'મારુ માનવું છે કે મોહમ્મદ આમિરે આતંકી દેશ છોડી દેવો જોઇએ.'
આ ટ્વીટને ક્રિકેટર મોહમ્મદ આમિરે લાઇક કર્યુ, અને આનો સ્ક્રીનશૉટ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો, બાદમાં વિવાદ ઉભો થયો અને દેશમાંથી લોકો આમિરને ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે બાદમાં તેને ડિસલાઇક કરી દીધુ હતુ.